Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદમાં લોકડાઉન બાદ હેર સલૂન ખુલશે ત્યારે શું હશે ગાઈડલાઈન! આ રહી યાદી

અમદાવાદમાં લોકડાઉન બાદ હેર સલૂન ખુલશે ત્યારે શું હશે ગાઈડલાઈન! આ રહી યાદી
, શનિવાર, 9 મે 2020 (16:58 IST)
ગુજરાતમાં 25 માર્ચથી લોકડાઉન છે. લોકો કંટાળી ગયા છે પરંતુ બીજી તરફ કોરોનાનું સંકટ વધુને વધુ ઘેરૂ બની રહ્યુ છે. ત્યારે હવે ક્યાં સુધી લોકડાઉન રહેશે તે નક્કી નથી. પણ ક્યારેક તો લોકડાઉન ખોલવું જ પડશે અને ત્યારે નોકરી ધંધા અને બીજી કેટલીક સેવાયો પૂર્વવત ચાલુ રાખવી જ પડશેઆ માટે અમદાવાદમાં એક ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે.દોઢ મહિનાથી હેરસલૂન તેમજ પાર્લર બંધ છે. લોક ડાઉનમાં છૂટછાટ આપવામાં આવે તો પણ હેરસલૂનની સેવા શરૂ કરવા મંજૂરી અપાશે કે કેમ તે અનિશ્ચિત છે. પરંતુ હેરસલૂન  દુકાન હવે જ્યારે પણ ખૂલશે ત્યારે તેમાં વાળ કપાવવા-દાઢી કરાવવા જતી વખતે ગ્રાહકોને નવા નિયમનું ચોક્કસ પાલન કરવું પડશે.

કસ્ટમર દુકાનમાં એન્ટર થાય, તરત જ દુકાન શટર પાસે જ સેનીટાઈજર, ફુવારા સ્પ્રે કરી કસટમરને સેનિટાઇઝેશન કરવા.
સલુન માટે સ્પેશ્યલ K 95 માસ્ક પહેરવું
4-5 વાર કપુરનો ધૂપ દુકાનમાં અવશ્ય કરવો.
યુઝ & થ્રો નેપકીન રૂમાલને રેઝર રાખવા.
વાળંદ કામના સાધનોને વખતો વખત ઉકાળેલા પાણીથી અથવા ડેટોલવાળા પાણીથી સાફ કરી સેનિટાઇઝેશન કરવુ.
હેન્ડ ગ્લોવ્સ (હાથ મોજા) પહેરવા.
વાળંદ કારીગર ભાઈઓ કપડા ઉપર આખુ શરીર ઢંકાઇ જાય તેવુ એપ્રોન પહેરવું.
શક્ય હોય તો ગ્રાહકને 5 મિનિટ સ્ટીમ આપી પછી વાળ કાપવા જેથી ઇન્ફેકશન ન થાય.
ઝડપથી કપાય તેવી સ્ટાઇલના વાળ કટ ને દાઢી ટ્રિમ કરો, ક્લિન ના કરવી.
બને ત્યાં સુધી જાણીતા ગ્રાહકનું જ કામ કરવું.
અસર ગ્રસ્ત વિસ્તારને બદલે અન્ય વિસ્તારમાં કામ કરવાનું રાખો.
ગ્રાહકની બધી માહિતી એક બુકમાં લખો નામ, નંબર, એડ્રેસ તારીખ સમય વગેરે જેથી સરકાર દ્વારા કોઇ ઇન્ક્વાયરી થાય તો તેમને સહકાર આપી શકાય.
ગ્રાહક પોતાના ઘરેથી નેપકીન વગેરે લાવે, અસ્ત્રા બ્લેડ લાવે તેવુ આપડે સુચન કરી શકાય.
શરદી ઉધરસ ખતા લોકો ને ના જ પાડવાનું રાખવું.
આલ્કોહોલિક ક્રીમનો ઉપયોગ કરવો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજ્યમાંથી વિદાય લઈ રહેલા શ્રમિકો ફરી ગુજરાતમાં પધારશે ખરા?