Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજ્યમાં કોરોના કેસ વધતા સરકારનો નિર્ણય, આરોગ્ય અધિકારી અને કર્મચારીની રજાઓ રદ કરાઈ

તાત્કાલિક ફરજ પર હાજર થવા આદેશ

રાજ્યમાં કોરોના કેસ વધતા સરકારનો નિર્ણય, આરોગ્ય અધિકારી અને કર્મચારીની રજાઓ રદ કરાઈ
, ગુરુવાર, 6 જાન્યુઆરી 2022 (20:53 IST)
રાજયમા પ્રવર્તી રહેલ કોવિડ-૧૯ની સાપ્રત પરિસ્થિતિને ધ્યાને લઈને આરોગ્ય વિભાગ દ્વારા રાજયના આરોગ્ય કર્મીઓની રજાઓ રદ કરાઈ છે અને તમામ કર્મીઓને તાત્કાલિક ફરજ પર હાજર થવા આદેશો કરી દેવાયા છે અને આગામી સમયમા અનિવાર્ય સંજોગો સિવાય રજા મંજૂર કરાશે નહી. 
 
આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયાનુસાર રાજ્યમાં હાલ કોવિડ-૧૯ના દર્દીઓની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે અને આગામી સમયમાં રોગનું સંક્રમણ વધવાની શક્યતા રહેલી છે. જેથી, કોવિડ-૧૯નાં દર્દીઓને સમયસ૨ સા૨વા૨ મળી રહે તથા આરોગ્ય સેવાઓ સુચારૂ રૂપે જળવાઈ રહે તે માટે જાહેર આરોગ્યને લગત સંસ્થાઓમાં ફરજ બજાવતા અધિકારીઓ/કર્મચારીઓ જો ૨જા ૫૨ હોય તો તેઓની ૨જા ૨દ ક૨ીને તાત્કાલિક ફુરજ પર હાજર થવા જણાવવામાં આવે છે તથા આગામી સમય માટે કોઇ પણ અધિકા૨ી/કર્મચારીની ૨જા અનવાર્ય સંજોગ સિવાય મંજૂ૨ ક૨વામા આવશે નહી તેમ વધુમા જણાવાયુ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાત કોરોના અપડેટ - રાજ્યમાં રોજ વધતા કેસ કહે છે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક છે જરૂરી, આજે 24 કલાકમાં કોરોનાના 4213 નવા કેસ