HMPV Outbreak News: ગુજરાતના અમદાવાદમાં 'હ્યુમન મેટાપ્યુમોવાયરસ' (HMPV)થી સંક્રમિત દર્દીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારની એક ખાનગી હોસ્પિટલમાં બે મહિનાના બાળકને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન બાળકમાં HMPV વાયરસના લક્ષણો જોવા મળ્યા છે.
ભારતમાં એચએમપીવી વાયરસના અત્યાર સુધી ત્રણ કેસ સામે આવ્યા છે. તેમાથી બે કર્ણાટકમાં અને એક મામલો ગુજરાતમાં સામે આવ્યો છે.