Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં ફાયર સેફ્ટીના કાયદાની અમલવારીનો રિપોર્ટ આપો : હાઇકોર્ટ

ગુજરાતમાં ફાયર સેફ્ટીના કાયદાની અમલવારીનો રિપોર્ટ આપો : હાઇકોર્ટ
, ગુરુવાર, 27 ઑગસ્ટ 2020 (16:06 IST)
ગુજરાતમાં ફાયર સેફ્ટી એક્ટની અમલવારીની વર્તમાન પરિસ્થિતિ અંગે રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને છ અઠવાડિયામાં અહેવાલ રજૂ કરવા હાઇકોર્ટ આદેશ કર્યો છે. અમદાવાદના નવરંગપુરાની શ્રેય હોસ્પિટલમાં બેદરકારીના કારણે આગ લાગવાથી આઠ કોરોના દર્દીઓના મોત થયા હતા, જેને અનુસંધાને ગુજરાતમાં ફાયર સેફ્ટીના કાયદાના યોગ્ય અમલીકરણ, શ્રેય હોસ્પિટલ દુર્ઘટનાની નિષ્પક્ષ તપાસ અને મૃતકોના પરિવારને વળતર માટે થયેલી રિટમાં આ આદેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત હાઇકોર્ટે સ્પષ્ટતા કરે છે કે સમગ્ર કાર્યવાહીને ધ્યાને રાખી રાજ્ય સરકારને છ અઠવાડિયોને સમય અપાયો છે, આ સમયગાળા બાદ સરકારને વધુ સમય અપાશે નહીં. કેસની વધુ સુનાવણી ૩૦મી સપ્ટેમ્બરના રોજ નિયત કરવામાં આવી છે. ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની ખંડપીઠ સમક્ષ રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રજૂઆત કરી હતી કે શ્રેય હોસ્પિટલના કિસ્સામાં તમામ જરૂરી પગલાં લેવામાં  આવ્યા છે અને કાર્યવાહી કરવામાં આવી છે. મૃતકોના પરિવારાને નાણાંકીય સહાયની જાહેરાત પણ કરાિ છે. દુર્ઘટનાની નિષ્પક્ષ તપાસ માટે એક પંચનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સિવાયના જે પણ મુદ્દાઓ રિટમાં ઉપસ્થિત કરવામાં આવ્યા છે તેનો જવાબ આપવા કોર્ટ તરફથી વાજબી સમય આપવામાં આવે. હાઇકોર્ટની ખંડપીઠે આ ઘટનાને દુ:ખદ ગણાવી છે અને આદેશ કર્યો છે કે ગુજરાતમાં હોસ્પિટલો સહિતની બહુમાળી ઇમારતોમાં ફાયર સેફ્ટીના કાયદાની અમલવારીની શું પરિસ્થિતિ છે તેનો જવાબ છ અઠવાડિયાની સમયમર્યાદામાં આપવામાં આવે. આ ઉમારતોમાં ફાયર સેફ્ટીના સાધનો, ફાયર એન.ઓ.સી., બી.યુ. પરમિશન છે કે નહીં તે અંગેની માહિતી એકત્ર કરવામાં આવે અને સમગ્ર પરિસ્થિતિનું સ્પષ્ટ ચિત્ર આપતું એક સોગંદનામું કોર્ટ સમક્ષ કરવામાં આવે. આ સમયગાળા દરમિયાન બહુમાળી ઇમારતોમાં ફાયર સેફ્ટીના અમલીકરણની દિશામાં સરકાર પ્રયત્નો ચાલુ રાખે. રિટમાં અરજદારે રજૂઆત કરી હતી કે ગુજરાત હાઇકોર્ટે રાજ્યામાં ફાયર સેફ્ટી મુદ્દે વર્ષ ૧૯૯૭થી ૨૦૦૧ દરમિયાન વિવિધ આદેશો કર્યા હતા અ ને આ આદેશોને સુપ્રીમ કોર્ટે પણ ગ્રાહ્ય રાખ્યા હતા. બન્ને કોર્ટના આદેશો બાદ પણ રાજ્ય સરકારે ફાયર સેફ્ટી એક્ટ અમલમાં મૂકવાની વાતો કરી હતી પરંતુ નિયમો ઘડયા નહોતા. ૨૦૧૩માં ઘડવામાં આવેલા નિયમોને ૨૦૧૬માં અમલમાં મૂકવામાં આવ્યા હતા, પરંતુ આ કાયદામાંથી કોર્પોરેશન હેઠળના વિસ્તારો બાકાત રાખવામાં આવ્યા છે. કોર્પોરેશન તંત્ર બહુમાળી ઇમારતો અને હોસ્પિટલોને ફાયર સેફ્ટીની એન.ઓ.સી. આપે છે પરંતુ રહેણાક વિસ્તારોમાં એન.આ.સી. અપાતી નથી.ફાયર સેફ્ટીના ભંગ મુદ્દે કોમર્શિયલ ઇમારતો સામે કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ રહેણાક ઇમારતો સામે કાર્યવાહી કરવામાં આવતી નથી.
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સૌરાષ્ટ્રના પ્રવાસ બાદ ભાજપ અધ્યક્ષ હવે ઉત્તર ગુજરાતનો પ્રવાસ કરશે