Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જાણો કેમ પહેલા રોજગારી પછી ચૂંટણી હૅશટૅગ ટ્વિટર પર ટ્રેન્ડ થવા માંડયું

જાણો કેમ પહેલા રોજગારી પછી ચૂંટણી હૅશટૅગ ટ્વિટર પર ટ્રેન્ડ થવા માંડયું
, ગુરુવાર, 16 જુલાઈ 2020 (15:12 IST)

ગુજરાતમાં સરકારી નોકરીમાં ભરતી કરવાની માંગ સાથે ડિજીટલ આંદોલન શરૂ કરાયું છે.  શિક્ષિત બેરોજગાર યુવાનોએ આજથી 10 લાખ ટ્વિટના લક્ષ્યાંક સાથે નવું હેશટેગ શરૂ કર્યું છે. સરકારે જાહેર કરેલા મહેકમ મુજબ ભરતી કરવામાં આવે તેવી માંગ યુવાનો દ્વારા કરાઈ છે. જો ચૂંટણીની તારીખ જાહેર કરી શકાતી હોય તો સરકારી નોકરીઓની જાહેરાત કેમ ન કરી શકાય તેવો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો. વધુમાં વધુ ટ્વિટના માધ્યમથી પોતાનો અવાજ સરકારના કાન સુધી પહોંચાડવાનો આ પ્રયાસ કરાયો છે. ત્યારે વધુમાં વધુ ટ્વિટ થતા જ ટ્વિટર પર આ હેશટેગ ટ્રેન્ડિંગમાં આવી ગયું છે. અત્યાર સુધી આ હેશટેગમાં 26 હજારથી વધુ ટ્વિટ થઈ ચૂકી છે.પહેલા રોજગારી પછી ચૂંટણી હૅશટૅગ સાથે ગુજરાતના યુવાનો સીધો સંદેશ સરકારને અપાયો છે કે, જ્યાં સુધી સરકાર યુવાનોના બેરોજગારી અને જે સરકારી ભરતી પ્રક્રિયા અટકી પડી છે એના મુદ્દાનું નિરાકરણ નહીં લાવે ત્યાં સુધી ચૂંટણી કરવાનો પણ એને કોઈ હક નથી. જો એવું થશે તો ચૂંટણીનો બહિષ્કાર થશે. સરકાર બેરોજગારીનું પહેલા વિચારે પછી ચૂંટણીનું વિચારે. જો સરકારને ગુજરાતના બેરોજગારોની ચિંતા હશે તો કંઇક નિર્ણય લેશે. બાકી સમજી લેવાનું કે સરકારને બેરોજગારોની નહીં, ફકત પોતાની શીટ અને ચૂંટણીની જ ચિંતા હશે.મેસેજમાં એમ પણ કહેવાયું છે કે, ચૂંટણી આવું રહી છે. અને આ જ એક મોકો છે આપણા કામ કઢાવવાનો અને સરકારનું નાક દબાવવાનો.. જો અત્યારે આપડે બેઠા રહીશું તો 2022 સુધી બેઠા જ રહેવું પડશે. આપડે અત્યારે રોડ ઉપર આવી ફિઝિકલ લડાઈ  લડી શકયે  એમ નથી. પરંતુ આપડે ડિજિટલ આંદોલન કરી જ શકાય છે. અને સરકાર દિલ્હી સુધી ધ્રુજી જાય તે પ્રકારે ડિજિટલ ટ્વીટર વોર કરવાનું છે.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સૌરાષ્ટ્રના અલગ-અલગ શહેરોમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા