Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Gujcet 2019 ની પરીક્ષાની તારીખમાં ફેરફાર, હવે 23 એપ્રિલના રોજ પરીક્ષાનુ આયોજન

Gujcet 2019 ની પરીક્ષાની તારીખમાં ફેરફાર,   હવે  23 એપ્રિલના રોજ પરીક્ષાનુ આયોજન
, મંગળવાર, 22 જાન્યુઆરી 2019 (15:30 IST)
ગુજકેટની પરીક્ષાની તારીખમાં ફરી એક વખત ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજકેટની પરીક્ષા હવે 4 એપ્રિલના બદલે 23 એપ્રિલના રોજ લેવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ સમયમાં CBSEની પરીક્ષા હોવાથી તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
 
આ અગાઉ ગુજકેટની પરીક્ષા 30 માર્ચના રોજ યોજાવવાની હતી પણ તેને બદલીને 4 એપ્રિલ કરવામાં આવી હતી. જો કે ફરી પાછી આ તારીખમાં ફેરફાર કરાતા હવે ગુજકેટની પરીક્ષા 23 એપ્રિલના રોજ લેવામાં આવશે. 
webdunia
આ પરીક્ષા અલગ અલગ ચાર ઝોનમાં યોજાશે. આ વર્ષે સાયન્સમાં દોઢ લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ નોંધાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, ધોરણ-12 સાયન્સ બાદ વિવિધ સ્ટ્રીમમાં એડમિશન લેવા માટે ગુજકેટની પરીક્ષા લેવામાં આવતી હોય છે. આ પરીક્ષા પછી વિદ્યાર્થીઓ એન્જિનીયરિંગ, ડિગ્રી-ડિપ્લોમા વગેરે સ્ટ્રીમમાં એડમિશન મેળવી શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

‘બેટરી સ્વૉપ’ ટેક્નોલોજીવાળી ઈ-બસ સૌપ્રથમવાર અમદાવાદમાં દોડશે