Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

‘બેટરી સ્વૉપ’ ટેક્નોલોજીવાળી ઈ-બસ સૌપ્રથમવાર અમદાવાદમાં દોડશે

‘બેટરી સ્વૉપ’ ટેક્નોલોજીવાળી ઈ-બસ સૌપ્રથમવાર અમદાવાદમાં દોડશે
, મંગળવાર, 22 જાન્યુઆરી 2019 (15:13 IST)
અમદાવાદના રસ્તા પર હવે ‘સર્કિટ-એસ’ નામની BRTS અને AMTSની ઈલેક્ટ્રિકલ એસી બસો દોડશે. ‘બેટરી સ્વૉપ’ ટેક્નોલોજીવાળી દેશની પ્રથમ ઈલેક્ટ્રિકલ બસ અમદાવાદમાં શરૂ થશે. 35 કિલોમીટરનો RTO સુધીનો સર્ક્યુલર રૂટ એક જ વાર બેટરી ચાર્જ કરવાથી પૂરો થશે. ત્યારબાદ ઈલેક્ટ્રિક બસ રાણીપ ડેપો પર ઊભી રહેશે જ્યાં 120 સેકંડમાં જૂની બેટરી કાઢી નવી બેટરી લગાવી દેવાશે. મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાએ કહ્યું, “S વર્ઝનના સ્પેશિયલ ચાર્જિંગ યુનિટમાં ગણતરીની મિનિટમાં બેટરી ચાર્જ થઈ જશે. લિથિયમ-આઈઓન બેટરી બદલવા માટે તૈયાર થઈ જશે.”વાઈબ્રન્ટ ગુજરાત ટ્રેડ શોમાં સૌપ્રથમ વખત અમદાવાદ શહેરની કસ્ટમાઈઝ્ડ ડિઝાઈનનું મોડલ મૂકવામાં આવ્યું. આગામી 15 દિવસમાં કેટલીક બસ શરૂ કરવામાં આવશે. આ બસમાં સીદી સૈયદની જાળીનું ગ્રાફિક્સ જોવા મળશે. વિજય નહેરાએ જણાવ્યું કે, “એપ્રિલના અંત સુધીમાં 50 ઈલેક્ટ્રીક બસ શરૂ થઈ જશે. જેમાંથી 18 બસમાં બેટરી બદલી શકાય તેવી સિસ્ટમ હશે જ્યારે બાકીની બસમાં ઝડપથી ચાર્જિંગ થઈ શકે તેવી ‘Circuit-F’ની સુવિધા હશે. આ વર્ષના અંત સુધીમાં અમદાવાદના પબ્લિક ટ્રાન્સપોર્ટ નેટવર્કમાં ‘સર્કિટ-F’ અને ‘સર્કિટ-S’ધરાવતી 350 ઈલેક્ટ્રિક બસ શરૂ કરવાનો લક્ષ્યાંક છે. ઝડપથી ચાર્જ થતા ‘સર્કિટ-F’વાળી બસ એક વખત ચાર્જ કર્યા બાદ 200 કિલોમીટર સુધી ચાલશે અને 4 કલાકમાં ફરીથી ચાર્જ થઈ જશે.
 
 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરતમાં બોલિવૂડની આ અભિનેત્રીએ કર્યો બફાટ, કહ્યું દેશના 100 મુખ્યમંત્રીઓ મોદીની પાછળ પડયા છે