Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 25 March 2025
webdunia

GUJCET 2025 Exam: આજે ગુજરાત CET ની પરીક્ષા, આ વાતોનું રાખો ધ્યાન, જાણો એક્ઝામ પેટર્ન

GUJCET 2025 Exam
, રવિવાર, 23 માર્ચ 2025 (09:30 IST)
GUJCET 2025 Exam

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) આજે એટલે કે 23મી માર્ચે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (GUJCET) 2025નું આયોજન કરી રહ્યું છે. જે ઉમેદવારોએ આ પરીક્ષા માટે નોંધણી કરાવી છે અને હજુ સુધી તેમનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કર્યું નથી તેઓ તેને ગુજરાત CETની અધિકૃત વેબસાઇટ, gujcet.gseb.org પર જઈને ડાઉનલોડ કરી શકે છે. આ પરીક્ષા સમગ્ર રાજ્યમાં લેવામાં આવી રહી છે.
 
GUJCET 2025 Admit Card: કેવી રીતે ડાઉનલોડ કરવું એડમિટ કાર્ડ ?
 
- સૌ પ્રથમ ગુજરાત CET ની સત્તાવાર વેબસાઇટ, gujcet.gseb.org પર જાઓ.
- પછી હોમપેજ પર ‘GUJCET હોલ ટિકિટ 2025 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો’ લિંક પર ક્લિક કરો.
- ત્યારબાદ નવા ખુલેલા પેજ પર તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
- હવે કેપ્ચા કોડ નાખો  અને સબમિટ કરો.
- તે પછી તમારું એડમિટ કાર્ડ તમારી સ્ક્રીન પર દેખાશે. તેને ડાઉનલોડ કરો.
- તમારા એડમિટ કાર્ડને કાળજીપૂર્વક ચેક કરો અને તેનું પ્રિન્ટઆઉટ લો.
- ઉમેદવારોએ નોંધ લેવી જોઈએ કે પરીક્ષા કેન્દ્ર પર તમારું એડમિટ કાર્ડ સાથે રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તેના વિના તમે પરીક્ષા હોલમાં પ્રવેશ કરી શકશો નહીં અને પરીક્ષા આપી શકશો નહીં. આ ઉપરાંત, ઉમેદવારોએ પ્રવેશ કાર્ડ પર જે પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવશે તેનું પણ પાલન કરવું પડશે.
 
GUJCET 2025 Exam Pattern: પરીક્ષા પેટર્ન શું છે?
ગુજરાત CET પ્રશ્નપત્રમાં ફીઝીક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ  અને બાયોલોજીને આવરી લેતા બહુવિક્લ્પીય પ્રશ્નો (MCQ) હશે. આ પેપરમાં કુલ 120 પ્રશ્નો હશે, જેમાં દરેક વિષયમાંથી ૪૦  પ્રશ્નો હશે. ઉમેદવારોને દરેક સાચા જવાબ માટે એક ગુણ મળશે, જ્યારે ખોટા જવાબો માટે 0.25 ગુણ નેગેટીવ માર્કિંગ કાપવામાં આવશે. તેથી, ઉમેદવારો કાળજીપૂર્વક વિચાર કર્યા પછી પ્રશ્નોના જવાબ આપે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શહીદ દિવસ - ભગત સિંહે ફાંસી પહેલા સફાઈ કર્મચારીને બતાવી હતી પોતાની અંતિમ ઈચ્છા, જે ન થઈ શકી પુરી