Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 26 March 2025
webdunia

પ્રાકૃતિક ખેતી અપનાવો' વડા પ્રધાન મોદીની ભરવાડ સમુદાયને અપીલ,

પ્રાકૃતિક ખેતી અપનાવો' વડા પ્રધાન મોદીની ભરવાડ સમુદાયને અપીલ,
, શુક્રવાર, 21 માર્ચ 2025 (15:39 IST)
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 'એક પેડ માં કે નામ' અભિયાન અંતર્ગત ગુજરાતના ભરવાડ સમુદાયને પ્રાકૃતિક ખેતી અપનાવવા અપીલ કરી છે.
 
મુખ્યત્વે પશુપાલન સાથે સંકળાયેલા ભરવાડ સમુદાયને મોદીએ 2047 સુધીમાં ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે યોગદાન આપવી હાકલ કરી હતી.
 
અમદાવાદના ધોલેરા તાલુકામાં બાવળિયાળી ધામ ખાતે ભરવાડ સમુદાયના લોકો એક ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વડા પ્રધાન મોદીએ તેમને વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું.
 
મોદીએ તેમના પ્રવચનમાં કહ્યું કે "આપણે આગામી 25 વર્ષમાં વિકસિત ભારત બનાવવું છે અને તેના માટે મને તમારા સમુદાયની મદદની જરૂર છે. તેના માટે પ્રથમ પગલું ગામડાંને વિકસિત કરવાનું છે. મારી આપને વિનંતી છે કે તમે પ્રાકૃતિક ખેતી અપનાવો અને 'એક પેડ માં કે નામ' અભિયાન હેઠળ એક ઝાડ વાવો."
 
તેમણે બાવળિયાળી ધામને શ્રદ્ધા, સંસ્કૃતિ અને ધર્મનું સ્થળ ગણાવ્યું હતું.
 
મોદીએ સમય પ્રમાણે પરિવર્તન સ્વીકારવા અને દીકરીઓને કમ્પ્યુટર ચલાવવાનું શીખવવા માટે ભરવાડ સમુદાયને અપીલ કરી હતી.
 
તેમણે કહ્યું કે, "અગાઉ કિસાવડા પ્રધાન મોદીની ભરવાડ સમુદાયને અપીલ, 'પ્રાકૃતિક ખેતી અપનાવો'

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ધોરણ 12 પછી તમે એક વર્ષનો ડિપ્લોમા કોર્સ કરીને મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવી શકો છો, જાણો વિગત અને કોલેજ અહીં.