Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદના અમરાઇવાડીમાં ફોગિંગ મશીનમાં બ્લાસ્ટ થતા મહિલા દાઝી, અધિકારીઓ ફરાર

અમદાવાદના અમરાઇવાડીમાં ફોગિંગ મશીનમાં બ્લાસ્ટ થતા મહિલા દાઝી, અધિકારીઓ ફરાર
, શુક્રવાર, 1 નવેમ્બર 2019 (11:53 IST)
અમરાઇવાડી નાગરવેલ હનુમાન મંદિર નજીક આવેલી પંડિત જગદીશની ચાલીમાં આજે કોર્પોરેશન મલેરિયા વિભાગના કર્મચારીઓ ફોગિંગ કરી રહ્યાં હતા. તે દરમિયાન ફોગિંગ મશીનમાં બ્લાસ્ટ થતા એક સ્થાનિક મહિલા દાઝી ગઈ હતી. ઘટના બનતા કોર્પોરેશનના કર્મચારીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. સ્થાનિક કોર્પોરેટર જગદીશ રાઠોડ ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે મણિનગરની LG હોસ્પિટલ લઈ ગયા હતા.ફોગિંગ મશીનમાં બ્લાસ્ટની ઘટના બાદ સ્થાનિક કોર્પોરેટર જગદીશ રાઠોડે કોર્પોરેશનના અધિકારીઓ પર બેદરકારીના આરોપ લગાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે,  કોર્પોરેશન તાલીમ વગરના કોન્ટ્રાક્ટ કર્મચારીઓને ફોગિંગ માટે મોકલે છે. કામગીરીના ખોટા આંકડા બતાવવા માટે કોર્પોરેશન આડેધડ પ્રક્રિયા કરે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પાકિસ્તાન ટ્રેન દુર્ઘટના : 'જે લોકો ચાલુ ટ્રેનમાંથી કૂદી ગયા એ જ જીવિત રહ્યા'