Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં નવો મોટર વિહિકલ એક્ટ લાગુ થતા લોકોમાં ભારે ફફડાટ

ગુજરાતમાં નવો મોટર વિહિકલ એક્ટ લાગુ થતા લોકોમાં ભારે ફફડાટ
, ગુરુવાર, 31 ઑક્ટોબર 2019 (12:28 IST)
ગુજરાતમાં નવો મોટર વિહિકલ એક્ટ લાગુ થયા પછી લોકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. વાહનોનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, ઈન્શોરન્સ સર્ટિફિકેટ, પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ, ડ્રાઈવિંગ લાયસન્સ અને પરમિટ સર્ટિફિકેટ તાત્કાલિક ન બતાવવા પર તોતિંગ દંડના સમાચાર મીડિયામાં ખૂબ આવી રહ્યા છે. જોકે સેન્ટર મોટર વેહિકલ રૂલ્સ પ્રમાણે જો તમે એ ડોક્યુમેન્ટ્સ તરત નહીં બતાવશો તો એ ગુનો ગણાતો નથી.

સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ વિનય કુમાર ગર્ગ અને એડવોકેટ રોહિત શ્રીવાસ્તવે આ સંદર્ભે કહ્યું છે કે, સેન્ટ્રલ મોટર વેહિકલ રૂલ્સના નિયમ 139માં એ જોગવાઈ છે કે, વાહનચાલકને ઉપરોક્ત દસ્તાવેજો રજૂ કરવા માટે 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે. જે અંગેની વાત લખવામાં આવી છે. આ કારણે ઉપર જણાવ્યા મુજબનું એક પણ ડોક્યુમેન્ટ વાહનચાલક પાસે નહીં હોય તો ટ્રાફિક પોલીસ કે RTO અધિકારી તાત્કાલિક અસરથી વાહનનું ચલણ ફાડી શકશે નહીં. બલ્કે વાહનચાહક 15 દિવસની અંદર તેના દસ્તાવેજ રજૂ કરી શકશે.

એડવોકેટ શ્રીવાસ્તવે એમ પણ કહ્યું છે કે મોટર વેહિકલ એક્ટ 2019ની કલમ 158 મુજબ એક્સિડન્ટ થવા પર કે કોઈક વિશેષ મામલામાં પણ વાહનચાલકને તેના જરૂરી દસ્તાવેજ બતાવવાનો સમય 7 દિવસનો અપાયો છે. બીજી તરફ ટ્રાફિકના કાયદાના જાણકાર લૉ પ્રોફેસર ડૉ. રાજેશ દુબેનું કહેવું છે કે જો ટ્રાફિક પોલીસ RC બુક, ડ્રાઈવિંગ લાયસન્સ, ઈન્શોરન્સ સર્ટિફિકેટ, પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ અને પરમિટ સર્ટિફિકેટ તાત્કાલિક ન બતાવી શકવા પર દંડ વસૂલવાની જિદ્દ કરે છે તો વાહનચાલક તેનો પ્રતિકાર કરી શકે છે.

આ તો ઠીક જો ટ્રાફિક પોલીસ કે RTO અધિકારી વાહનચાલકનું ચલણ ફાડે છે અને વાહનચાલકને એમ લાગે કે તેનું ચલણ ખોટી રીતે ફાડવામાં આવ્યું છે તો વાહનચાલકે ચલણ ભરવું જ એવું જરૂરી નથી. એ કંઈ કોર્ટનો આદેશ નથી. આથી વાહનચાહક કોર્ટમાં આ નિર્ણયને પડકારી શકે છે. જો કોર્ટને એમ લાગશે કે વાહનચાલકને પંદર દિવસનો સમય નથી અપાયો તો કોર્ટ એ દંડ માફ કરી શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હવામાનની દ્રષ્ટિએ રાજ્યના તમામ જિલ્લામાં 100 ટકાથી વધુ વ૨સાદ