Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લાંબાં વિરામ બાદ ગુજરાતમાં ફરી જામ્યો વરસાદી માહોલ, ભિલોડામાં બે ધનસુરામાં એક ઇંચ વરસાદ

લાંબાં વિરામ બાદ ગુજરાતમાં ફરી જામ્યો વરસાદી માહોલ,  ભિલોડામાં બે ધનસુરામાં એક ઇંચ વરસાદ
, સોમવાર, 26 ઑગસ્ટ 2019 (11:41 IST)
વડોદરા શહેરમાં 10 દિવસના વિરામ બાદ આજે ફરીથી મેઘરાજાએ એન્ટ્રી કરી છે. આજે સવારથી જ વડોદરામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. જેને કારણે નોકરી-ધંધા પર જવા લોકો અટવાઇ ગયા હતા. અને અલકાપુરી, રાવપુરા, ન્યાયમંદિર અને માંડવી સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વરસાદ અને પૂરે વડોદરા શહેરના બે વખત ઘરરોળ્યું હતું. ત્યારબાદ વરસાદને વિરામ લીધો હતો. જોકે આજે સવારથી જ વડોદરા શહેર પર વાદળો મંડરાયા હતા. અને શરૂઆતમાં ધીમીધારે વરસાદ શરૂ થયા બાદ ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો છે. માલપુર તાલુકાના અણિયોર પંથકમાં રવિવારે બપોરના સમયે પોણા કલાકના સમયમાં દોઢ ઇંચ કરતાં વધુ વરસાદ તૂટી પડતાં સર્વત્ર પાણી પાણી થઇ ગયુ હતું. વરસાદના પગલે પાકોને જીવનદાન મળતાં ખેડૂત આલમમાં ખુશીફેલાઇ હતી. વડાલી તાલુકામાં એક સપ્તાહના વિરામબાદ મેઘરાજાએ રવિવાર સાંજે ધમાકેદાર એન્ટ્રીકરી એક ઇંચ વરસાદ વરસાવતા શેરીઓમાં અને માર્ગોપર ધોધમાર વરસાદી પાણી વહેવા લાગતા ખેડૂતોમાં ખુશીનીલહેર ફેલાઈ હતી.તાલુકામાં સાંજના 6 વાગ્યા સુધીમાં 23 મી.મી.વરસાદ વરસ્યો હતો સિઝનનો 614 મી.મી.વરસાદ તાલુકામાં વરસી ચુક્યો છે. પોશીના પંથકમાં એક સપ્તાહના વિરામ બાદ આજે સાંજે પાંચ વાગ્યાના સુમારે વરસાદ શરુ થયો હતો.વરસાદથી ખેડૂતોને ચોમાસુ પાકમાં ખૂબ જ ફાયદારૂપ થશે. સાંજે છ વાગ્યા સુધી ૧૩ એમ.એમ વરસાદ પોશીના ખાતે નોંધાયો હતો. મોડાસા તાલુકાના મોટી ઇસરોલ વિસ્તારમા સાંજના સમયે વરસાદ વરસતા મગફળી,અડદ,મકાઇ,રાહત થઈ હતી. ધનસુરા તાલુકાના વડાગામમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા સાંજના ચાર વાગ્યા બાદ પવન સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ખેડૂતો ખુશખુશાલ થયા હતા. શિણોલ પંથકમાં અઠવાડિયાના વિરામ બાદ બપોર બાદ એકાએક મેઘરાજાની ધમાકેદાર પધરામણી થતા પાણી પાણી થઈ ગયું હતું વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશી વ્યાપી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વિદેશમાં ટીમ ઈંડિયાની મોટી જીત, પ્રથમ ટેસ્ટમાં વેસ્ટઈંડીજને 318 રનથી હરાવ્યું