Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભાજપના પ્રદેશ માળખામાં પક્ષપલટુઓની 'બાવાના બે ય બગડયા' જેવી દશા

ભાજપના પ્રદેશ માળખામાં પક્ષપલટુઓની 'બાવાના બે ય બગડયા' જેવી દશા
, બુધવાર, 22 જાન્યુઆરી 2020 (16:06 IST)
ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે જે.પી.નડ્ડાએ કમાન સંભાળી લીધી છે ત્યારે હવે ગુજરાતમાં ય નવા પ્રદેશના માળખાની કવાયત તેજ બની છે. આગામી 15મી ફેબુ્રઆરી સુધીમાં પ્રદેશ ભાજપનુ નવુ માળખુ રચાઇ જાય તેવી શક્યતા જોવાઇ રહી છે.

રાષ્ટ્રીય પ્રમુખ નડ્ડાએ સંગઠનને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો છે ત્યારે ખાસ કરીને નવા માળખામાં કોંગ્રેસ છોડીને કેસરિયો ખેસ ધારણ કરનારાંઓને હોદ્દો અપાશે નહીં. મૂળ પાયાના કાર્યકરોને જ પ્રાધાન્ય આપવા નક્કી કરાયુ છે જેના કારણે પક્ષપલટુઓની તો બાવાના બે ય બગડયાં જેવી દશા ઉભી થઇ છે.

હોદ્દો-નાણાં કમાવવાની લ્હાયમાં પક્ષની વંડી ઠેકીને આવેલાં મૂળ કોંગ્રેસીઓની દશા ભૂંડી બની છે. કોંગ્રેસ છોડીને કેસરિયો ખેસ ધારણ કરનારાં કેટલાંય ધારાસભ્યોને ભાજપે ટિકિટ આપી પણ ખરી પણ મતદારો તેમને ઘર ભેગા કર્યાં છે જેના કારણે હવે ભાજપને ય ખબર પડી ગઇ છેકે, પક્ષપલટુઓને જનતા સ્વિકારતી નથી.

અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને ઘર ભેગા થવુ પડયુ છે. આ જોતાં રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડાની સ્પષ્ટ નીતી છેકે, સંગઠનમાં પક્ષપલટુઓને મહત્વ અપાશે નહીં. મહત્વનો હોદ્દો અપાશે નહીં. હવે પક્ષપલટુઓની દશા કફોડી બની છેકેમ કે, હમણાં બોર્ડ નિગમોમાં નિમણૂંકો થાય તેવી શક્યતા ઓછી છે.

તેમાં ચેરમેન સહિતના હોદ્દા મેળવવા લાંબી લાઇન છે તે જોતાં પક્ષપલટુઓને તેમાં ય સૃથાન મળે તેવી શક્યતા નહીવત છે અને હવે સંગઠનમાં ચોકડી વાગી શકે છે કેટલાંય મૂળ કોંગ્રેસીઓ સંગઠનમાં હોદ્દો મેળવવા રાજકીય લોબિંગ કરી રહ્યાં છે પણ મૂળ પાયાના કાર્યકરો અને સંગઠન પર પક્કડ ધરાવનારાંને જ સંગઠનમાં પ્રાધાન્ય અપાશે. 

સૂત્રોના  મતે, જીતુ વાઘાણીને ય રિપિટ કરવાની શક્યતા ફિફ્ટી ફિફ્ટી જણાઇ રહી છે. જોકે, પાટીદાર નેતા જ ફરી એક વાર પ્રદેશ ભાજપનુ સુકાન સોંપાઇ શકે છે. આ વખતે માત્ર હોદ્દા ભોગવતા કેટલાંય માથાને ઘેર ભેગા થવુ પડશે. સંગઠનમાં નવા ચહેરાઓનો ય સમાવેશ કરવામાં આવશે.

અમદાવાદ શહેર પ્રમુખ પણ ચોક્કસપણે બદલાશે. જગદીશ પંચાલને ફરી તક મળે તેવી શક્યતા નથી. શહેર સંગઠનમાં કાર્યકરો પ્રમુખની કાર્યશેલીથી ભારોભાર નારાજ છે. 15મી ફેબુ્રઆરી સુધીમાં પ્રદેશના નવા માળખાને આખરી ઓપ અપાઇ જશે તે માટેની કવાયત તેજ કરવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કામની વાત- 20 કે 22 નહી, આ ઉમ્રમાં મહિલાઓ હોય છે વધારે રોમાંટિક