ગુજરાતની સરકારી ઈજનેરી કોલેજોમાં રાજ્યના વિદ્યાર્થીઓનો પ્રવેશ મુશ્કેલ બનશે
, સોમવાર, 16 ડિસેમ્બર 2019 (13:27 IST)
ગુજરાતમાં એક તરફ ટેકનીકલ શિક્ષણમાં સેલ્ફ ફાયનાન્સ કોલેજ-ઈન્સ્ટીટયુટમાં મોટા પાયે બેઠકો ખાલી રહેવાની સ્થિતિ દર વર્ષે રહે છે અને અનેક શૈક્ષણીક સંસ્થાઓ બંધ થઈ રહી છે. અથવા તો તેની ફેક્લ્ટીથી લઈને બેઠકો સરન્ડર કરે છે તે વચ્ચે રાજય વિધાનસભામાં મંજુર કરેલા નવા ખરડાથી ટેકનીકલ શિક્ષણમાં ખાસ કરીને સરકારી અને ગ્રાંટ પર ચાલતી કોલેજોમાં ગુજરાતનાં જ વિદ્યાર્થીઓને પ્રવેશ મુશ્કેલ બનશે અને તેઓએ કાંતો ખાનગી કોલેજોમાં મોંઘા શિક્ષણ ભણી જવુ પડશે અથવા તો તેને અન્ય રાજયમાં જવુ પડશે અથવા તો તેને અન્ય રાજયમાં એડમીશન મેળવવુ પડશે. રાજય વિધાનસભાએ હાલમાં જ મંજુર કરેલા ગુજરાત પ્રોફેશનલ ટેકનીકલ એજયુકેશન કોલે યોર ઈન્સ્ટીટયુટ બિલ 2019 માં કાનુની સુધારાથી હવે રાજયની કોઈપણ પ્રોફેશનલ ટેકનીકલ કોર્ષમાં રાજય બહારના અને વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાશે અગાઉ આ જોગવાઈ ફકત સ્વનિર્ભર કોલેજ-ઈન્સ્ટીટયુટ પુરતી જ મર્યાદિત હતી. હવે તે રાજયની તમામ સરકારી સહીતની ટેકનીકલ કોલેજોમાં અન્ય રાજયનાં અને વિદેશી વિદ્યાર્થીઓ એડમીશન મેળવી શકશે. મતલબ કે ગુજરાતના હોશીયાર વિદ્યાર્થીઓ જેઓ અમદાવાદની એલ.ડી.કે પછી નિરમા યુનિ.માં મેરીટનાં આધારે પ્રવેશ મેળવતા હતા તેઓને અન્ય રાજયનાં અને વિદેશી વિદ્યાર્થીઓ સાથે સ્પર્ધામાં આવવુ પડશે.ખાસ તો રાજયની 16 એન્જીનયરીંગ કોલેજો જે સરકારી છે અથવા અનેક ગ્રાન્ટ-ઈન-પેઈડ કોલેજો આ બન્નેમાં ફીનું ધોરણ સાવ નીચુ છે. જે હોશીયાર અને મેરીટમાં ટોચના ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને રાહતરૂપ હ્તું તેને પણ હવે અન્ય રાજયો અને વિદેશીઓ સાથે સ્પર્ધા કરતાં તેઓને પસંદગીની કોલેજોમાં સસ્તા ભાવે શિક્ષણની તક ઝુટવાશે આમ જે કોલેજની બેઠકો ઝડપી ભરાઈ જાય છે ત્યાં સ્પર્ધા વધુ ટફ બનશે. ખાસ કરીને અન્ય રાજય કરતાં ગુજરાતમાં સરકારી શિક્ષણ સસ્તુ છે જેઓ સરકારી કોલેજોમાં એડમીશન મેળવી શકતા નથી તેઓ ગ્રાન્ટ ઈન એઈડમાં જાય છે.હવે ત્યાં પણ તેને તક ઝુંટવાશે આ ઉપરાંત સરકારે નવા ખરડાની ઓપન મેરીટથી જે પ્રવેશ માટે 75 ટકા બેઠકો હતી તે ઘટાડીને 50 ટકા કરી છે. જેનાથી મેનેજમેન્ટ કવોટા વધતા તેની ઉંચી ફી ભરવી પડશે સરકારે સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં ખાલી રહેતી બેઠકોની ચિંતા ઘટાડવા માટે કરેલો આ ઉપાય ગુજરાતનાં જ વિદ્યાર્થીઓને મોંઘા શિક્ષણ ભણી જવા ફરજ પાડશે. એક તરફ ઈકોનોમીક એડવર્કને માટે 10 ટકા અનામતની બેઠકો વધારાઈ અને બીજી તરફ મેનેજમેન્ટ કવોટાની 25 ટકા બેઠકો ઘટાડવામાં આવી 50 ટકા મેનેજમેન્ટ કવોટામાં 15 ટકા એનઆરઆઈ છે જે બેઠકો ખાલી રહે છે તે વાસ્તવમાં તેના શિક્ષણ પ્લેસમેન્ટનાં કંગાળ ધોરણોથી રહે છે. સરકારે તેમાં સુધારીને ફરજ પાડવાના બદલે વિદ્યાર્થીઓને તેમાં પ્રવેશની ફરજ પાડી છે.
આગળનો લેખ