લંડનમાં રહેતા મુસ્લિમ પરિવારના સંજાણ ખાતેના બંગ્લામાં વોચમેનની હત્યા કરી લૂટ ચલાવાઈ
, મંગળવાર, 22 ઑક્ટોબર 2019 (11:44 IST)
હાલ લંડનમાં રહેતા એક મુસ્લિમ પરિવારના વલસાડના ઉમરગામના સંજાણ ખાતેના બંગલામાં રાત્રે ત્રાટકેલા ધડપાડુઓએ અહી વોચમેનનું કામ કરતા મૂળ મહારાષ્ટ્રના 68 વર્ષીય રૂપજી હોલિયાની હત્યા કરી બંગલામાં લૂંટ ચલાવી ભાગી છૂટ્યા હતા. હાલમાં કેટલી મતાની લૂંટ થઈ તે બાબતે હાલમાં અંદાજ નીકળી શક્યો નથી. સંજાણ ખાતેના સંજાણ ઉમરગામ મુખ્યમાર્ગ પાસેની ખાના ખજાના હોટલની બાજુમાં ઈમ્તિયાઝ શાહબુદ્દીન પટેલના બંગલામાં ગત રાત્રીના સાડા આઠ વાગ્યાથી 21મી ને સોમવારના સવારના નવ વાગ્યાના સમયગાળા દરમિયાન કોઇ અજાણ્યા ઇસમો લૂંટના ઇરાદે પ્રવેશ કર્યો હતો. બંગલામાં વોચમેનની નોકરી કરતાં મહારાષ્ટ્રના તલાસરી તાલુકાના ગરી ગામ ખાતે રહેતા રૂપજી હોલિયા ડોલારે( ઉંમર 68) ને ગાર્ડનમાં પાણી છાંટવા પ્લાસ્ટિકના પાઇપ વડે બન્ને પગે ભાગે બાંધી દઈ ગળામાં વીંટી ટૂંપો આપી હત્યા કરી હતી. ઈમ્તિયાઝ ભાઈના બંગલાના બંને મુખ્ય દરવાજાના નકૂચા તોડી બંગલામાં પ્રવેશી બેડરૂમમાં આવેલી પેટી પલંગ લાકડાના કબાટમાંથી સામાન વેરવિખેર કરી નાખ્યો હતો. બંગલાની સેફટી માટે લગાવેલા સીસીટીવી પૈકીના ત્રણ કેમેરા તોડી નાખી મકાનના સ્ટોર રૂમમાં મુકેલું સીસીટીવી કેમેરાનું ડીવીઆર કિમંત 7 હજાર તોડી લઈ ગયા હતા અને લૂંટ ચલાવીને નાસી છૂટયા હતા. જે અંગેની ઉમરગામ પોલીસમાં ઔરંગભાઈ મુલલા રહે સંજાણ બંદરે જાણ કરતા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી. લૂંટ વિથ મર્ડરની ઘટનાની જાણ થતા ઉમરગામ પોલીસની સાથે વાપી વિભાગ ડીવાયએસપી જાડેજા, એિએસએલની ટીમ, ડોગસ્કોવડ ઘટના સ્થળે ધસી ગઇ હતી. લૂંટારૂઓનું પગેરૂ મેળવવાના પ્રયાસ કર્યા છે.જોકે, હજુ સુધી લૂંટારૂઓનું કોઇ પગરૂ પોલીસને મળ્યું નથી.
આગળનો લેખ