Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતના ચીફ સેક્રેટરી જે.એન.સિંઘને કેન્દ્ર સરકારે છ મહિનાનું એક્સ્ટેન્શન આપ્યું

ગુજરાતના ચીફ સેક્રેટરી જે.એન.સિંઘને કેન્દ્ર સરકારે છ મહિનાનું એક્સ્ટેન્શન આપ્યું
, શુક્રવાર, 31 મે 2019 (17:40 IST)
ગુજરાતના ચીફ સેક્રેટરી જે.એન.સિંઘને કેન્દ્ર સરકારે છ મહિનાનું એક્સ્ટેન્શન આપ્યું છે. જે.એન.સિંઘ આજે વય મર્યાદાના કારણે નિવૃત્ત થઇ રહ્યાં હતા પરંતુ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર માટે સિંઘે ખુબ જ સારુ સંકલન સાધીને કોઇ પ્રકારનો વિવાદ ઉભો ન થાય તે પ્રકારની કામગીરી બજાવી હતી. ભૂતકાળમાં પણ મોદીના ડ્રિમ પ્રોજેક્ટ પર જેવા કે બુલેટ ટ્રેન, મેટ્રો ટ્રેન, સૌની યોજના તથા સ્ટેચ્યુ ઓફ યુનિટિમાં વગેરેમાં તેઓ ખુબ જ નોંધપાત્ર કામગીરી બજાવી છે.  2017ની ચૂંટણી વખતે તેમજ 2019માં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિવિધ કાર્યક્રમોને તેઓએ સફળતાથી આગળ ધપાવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તેઓ ખાસ વિશ્વાસુ માનવામાં આવે છે. હાલમાં પણ વડાપ્રધાનને ગુજરાત સરકારમાં કોઇ મોટી કામગીરી કે નિર્ણય લેવાનો હોય તો વડાપ્રધાનનું કાર્યાલય હંમેશા જે.એન.સિંઘ સાથે લાઇવ સંપર્કમાં હોય છે. વહિવટી તંત્રના વડા તરીકે જે.એન.સિંઘ મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ અન્ય આઇ.આઇ.એસ અધિકારીઓને પુરતુ માર્ગદર્શન આપે છે.  ભૂતકાળમાં તેઓએ કરેલી કામગીરીને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે જે.એન.સિંઘને એકસ્ટેશન આપવાની દરખાસ્ત કેન્દ્રમાં મોકલી હતી. કેન્દ્ર સરકારે આ દરખાસ્તને મંજુરી આપી જે.એન.સિંઘને ચીફ સેક્રેટરી તરીકેનું છ મહિનાનું એક્સ્ટેનશન આપી દીધું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બ્વાયફ્રેંડએ નહી આપ્યું સ્માર્ટફોન તો ગર્લફ્રેંડએ ભરા બજારમાં કર્યું આ કામ