શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય: રાજ્યની તમામ યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન અને PGના વિદ્યાર્થીઓની છેલ્લા વર્ષની પરીક્ષા ઓફલાઈન લેવાશે
, સોમવાર, 28 જૂન 2021 (22:35 IST)
કોરોનાસમયગાળામાં રાજ્યથી શિક્ષણ વિભાગનો એક મોટો નિર્ણય આવ્યો છે. રાજ્યની તમામ યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન અને PGના વિદ્યાર્થીઓની છેલ્લા વર્ષની પરીક્ષા ઓફલાઈન લેવા આદેશ.
કોરોનાની બીજી કહેરમાં શાળા અને કોલેજોના ઈંટરમીડિયટના વિદ્યાર્થીઓની પરીક્ષા મૂકૂફ રાખવામાં આવી હતી. કોરોનાના ઘાતક બીજી લહેરની તીવ્રતા ધીમે-ધીમે ઓછી થઈ રહી છે. કોરોના કેસોમાં સંક્રમિતોની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે. ત્યારે શિક્ષણ વિભાગે સૌથી મોટી જાહેરાર કરી છે. આ આદેશમાં જણાવવામાં અવ્યુ છે કે રાજ્યની તમામ યુનિવર્સિટીઓએ કોલેજના છેલ્લા વર્ષની પરીક્ષા ઓફલાઈન રીતે લેવાનો આદેશ જાહેર કરાયો છે.
આ અંગે કુલપતિ નીતિન પેથાણીએ જણાવ્યું હતું કે, આગમી 8 જુલાઇથી સ્નાતક, અનુસ્નાતકની રેગ્યુલર અને એક્સટર્નલ વિદ્યાર્થીની ઓફલાઇન પરીક્ષા લેવામાં આવશે. જેમાં અંદાજીત 65000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
વિદ્યાર્થીઓને માસ્ક પહેર્યા વિના પ્રવેશ નહીં મળશે.
એક બેંચમાં એક જ વિદ્યાર્થી બેસાડાશે.
વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પ્રવેશ અપાશે
સુપરવાઈઝર પણ માસ્ક અને ગ્લોઝ પહેરીને કામગીરી કરશે.
આગળનો લેખ