Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોરોનાની મહામારી છતાં ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા 2300થી વધુ વિદેશી વિદ્યાર્થીઓની અરજી આવી

કોરોનાની મહામારી છતાં ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા 2300થી વધુ વિદેશી વિદ્યાર્થીઓની અરજી આવી
, બુધવાર, 9 જૂન 2021 (16:41 IST)
ગુજરાત યુનિવર્સિટી રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી છે. દેશની અનેક યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ ભણવા માટે અરજી કરતા હોય છે. ત્યારે આ વર્ષે ગુજરાત યુનિવર્સિટીમાં 2300થી વધુ વિદેશી વિદ્યાર્થીઓએ અરજી કરી છે. એડમિશન પ્રક્રિયા શરૂ થતાં જ વિદેશી વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન લેવા માટે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ કલ્ચરલ રિસર્ચમાં 2300 કરતા વધુ વિદ્યાર્થીઓએ ભણવા મટે અરજી કરી છે.

કોરોનાની મહામારી વચ્ચે પણ વિદેશી વિદ્યાર્થીઓએ ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન માટે અરજી કરી છે. યુનિવર્સિટી દ્વારા નવા પ્રવેશની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે ત્યારે વિદેશી વિદ્યાર્થીઓને કોટા પ્રમાણે પ્રવેશ આપવામાં આવશે. પ્રવેશ બાદ પણ સરકારની ગાઈડ લાઈન પ્રમાણે ઓનલાઇન ક્લાસ ચાલુ હશે તો વિદ્યાર્થીઓને ઓનલાઇન જ ભણવાનું રહેશે. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાએ જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીમાં દર વર્ષે નવા કોર્ષ ઉમેરવામાં આવી રહ્યા છે. જેના કારણે વિદેશી વિદ્યાર્થીઓ પ્રવેશ માટે અરજી કરે છે. અત્યારે આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, ડેટા સાયન્સ, બાયો મેડિકલ ટેકનોલોજી સહિતના કોર્સમાં અરજી આવી છે. નવા કોર્ષ સતત ઉમેરવામાં આવી રહ્યા છે. જેના કારણે વિદેશી વિદ્યાર્થીઓ વધી રહ્યા છે, જે ગુજરાત યુનિવર્સિટી માટે ગર્વની વાત છે.કોરોનાને કારણે ગુજરાત યુનિવર્સિટી 50 ટકા સ્ટાફ સાથે કાર્યરત હતી. ત્યારે હવે કેસમાં ઘટાડો થતાં 7 જૂનથી ગુજરાત યુનિવર્સિટી 100 ટકા કર્મચારીઓની હાજરી સાથે કાર્યરત થઈ છે. રાજ્ય સરકારના પરિપત્ર બાદ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરિપત્ર બહાર પાડીને જાણ કરવામાં આવી હતી. તમામ કર્મચારીઓએ ફરજીયાત પણે તમામ કોરોનાની ગાઈડલાઈન્સનું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઘર કે દુકાનનો Rent ભરવા માટે ઉપયોગ કરવું Paytm ની નવી સર્વિસ મળી રહ્યો છે 10 હજારનો કેશબેક