ગુજરાતમાં પ્રવાસનને વેગ આપતા ગીરના સિંહો પરના સંકટને ઉકેલવા માટેના પ્રયાસો ચાલુ જ છે અને બીજી તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટીને એક શ્રેષ્ઠ સહેલાણી સ્થળ બનાવવાના એક પણ પ્રયાસમાં કચાશ નહી રાખવાનો પરીશ્રમ કરવામાં આવી રહ્યો છે તે સમયે રાજયમાં ટુરીસ્ટની ઘટેલી સંખ્યા એ ચિંતાનો વિષય બની રહી છે અને ટુર ઓપરેટર તેને રાજયમાં એક યા બીજા બહાને ઉભી થઈ રહેલી અશાંતિને પણ કારણ ગણે છે. ખાસ કરીને હાલમાં જ પરપ્રાંતીય પરના હુમલાના કારણે ગુજરાતમાં સલામતી અંગે એક પ્રશ્ર્ન પૂછાવા લાગ્યા છે અને તેના કારણે રાજયમાં નવરાત્રી સમયે જે પ્રવાસી બુકીંગ થતું હોય છે તેમાં 14.4% નો ઘટાડો થયો છે.વાસ્તવમાં ગુજરાત સરકારના ટુરીઝમ વિભાગના આંકડા કહે છે કે છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં ટુરીસ્ટ આગમનની સંખ્યા ઘટી છે. 2015-16માં ટુરીસ્ટ ગ્રોથમાં 25.9% અને 2017-18માં 14.4% નો ઘટાડો થયો છે. સરકારનો દાવો છે કે 2015-16માં રાજયમાં 1.20 કરોડ પ્રવાસીઓ આવ્યા અને 2016-17માં 1.30 કરોડ આવ્યા. આમ પ્રવાસીઓનો વધારો થયો છે પણ જે ટુરીસ્ટ ગ્રોથના દરમાં ઘટાડો થયો છે. મતલબ કે જે ટુરીસ્ટની સંખ્યા વધતી હતી તેને બ્રેક લાગી છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક ખર્ચમાં ગુજરાત સામાજીક રાજકીય ચિત્ર અસ્થિર બન્યું છે. પાટીદાર-દલિત સહિતના આંદોલનો વારંવાર થાય છે. હાલમાં જ બિહાર, યુપી સહીતના રાજયોના મજુરો પર હુમલા થયા જેનાથી રાજયનો પ્રવાસ કરતા લોકોના વિશ્રામમાં ઘટાડો થયો છે. કોઈ એવા હજારો રજા માણવા જવાનું પસંદ ન કરે જયાં અશાંતિ હોય, રાજયમાં કોઈ ભોગે કાયદો વ્યવસ્તા જળવાવી જોઈએ અને તે જ રાજયની આવક વધારી શકશે. હાલમાં જ ગુજરાતની નવરાત્રી, ટુરીસ્ટની દ્રષ્ટીએ ફીકકી રહી હતી તેવું જણાવતા કહ્યું કે આ સમયે નવરાત્રીની સાથે સોમનાથ-દ્વારીકાનું ખાસ આકર્ષણ હોય છે અને લોકો આ પ્રવાસને રાજયના અન્ય ધર્મ કે સહેલાણી સ્થળ સાથે સાંકળે છે પણ આ ખર્ચ નવરાત્રીએ જે પ્રવાસી ક્રેઝ હોય છે તે જોવા મળ્યો નહી. વાઈબ્રન્ટ નવરાત્રી પણ ફકત હવે એક ક્રિયાકાંડ જેવી બની રહી હતી