Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભ્રષ્ટાચારના કેસમાં હળવદ- ધ્રાંગધ્રાના ધારાસભ્યની ઘરપકડ, કોંગી કાર્યકરો વિરોધમાં ઘરણા પર બેઠા

ભ્રષ્ટાચારના કેસમાં હળવદ- ધ્રાંગધ્રાના ધારાસભ્યની ઘરપકડ, કોંગી કાર્યકરો વિરોધમાં ઘરણા પર બેઠા
, સોમવાર, 29 ઑક્ટોબર 2018 (11:44 IST)
હળવદ-ધ્રાંગધ્રાના કૉંગ્રેસના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા તથા તેમના મળતિયા વકીલની પૈસા માગવાના કેસમાં મોરબી એલસીબીએ રવિવારે ધરપકડ કરતાં રાજકીય ખળભળાટ મચી ગયો છે. તળાવ ઊંડાં ઉતારવાના કામમાં થયેલો ભ્રષ્ટાચાર છુપાવવા તથા વિધાનસભામાં આ મુદ્દે પ્રશ્ન ન પૂછવા માટે રાજકોટ સિંચાઈ ખાતાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પાસેથી રૂ. 40 લાખ માગ્યા હતા. પોલીસ મથકે કરાયેલી પૂછપરછ બાદ બન્નેની વિધિવત્ ધરપકડ કરવામાં આવી હતી. મોરબી જિલ્લાની સાથે હળવદ, વાંકાનેર,ટંકારા, માળિયા સહિતનાં ગામોમાં નાની સિંચાઈ યોજના હેઠળ રૂ. 20.31 કરોડનાં ચેકડેમ અને રીસ્ટોરેશન સહિતનાં 334 કામ મંજૂર થયાં હતાં. તેમાં હળવદ તાલુકામાં થયેલા ભ્રષ્ટાચારના પ્રશ્નો વિધાનસભામાં ન પૂછવા તથા તેની રજૂઆત ન કરવા હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાએ મળતિયા વકીલ ભરત દેવજીભાઈ ગણેશિયા મારફત અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પાસેથી રૂ. 40 લાખ માગ્યા હતા. અંતે રૂ. 35 લાખમાં ડિલ નક્કી રૂ. 10 લાખ લીધા હતા. બાકીના રૂ. 25 લાખ માટે સિક્યુરિટી પેટે ચેક મેળવી લીધો હતો.હળવદ સાથે મોરબી જિલ્લામાં સિંચાઈનાં કામોમાં ભ્રષ્ટાચારનો મામલો છેક ગાંધીનગર પહોંચ્યો હતો. ત્યાંથી તપાસ માટે ખાસ ટીમ આવી હતી અને ગામડે ગામડે જઈ તળાવ અને થયેલાં કામોની તપાસ કરી હતી,
webdunia
જેમાં ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટ્યો હતો.હળવદ તાલુકાનાં 51 ગામોમાં તળાવો, ચેકડેમો, નાની સિંચાઈ રિસ્ટોરેશન સહિતનાં 100 જેટલાં કોમો મંજૂર કરાયાં હતાં, જે અંતર્ગત કાર્યપાલક ઇજનેર અને જુદી જુદી મંડળીઓએ કામો કર્યા વગર જ કોન્ટ્રાક્ટરોને પૈસા ચૂકવી દીધા હતા. ગેરરીતિ છુપાવવા અમુક આગેવાનોને પણ નાણાં આપ્યાં હતાં.હળવદ-ધ્રાંગધ્રા હાઈ-વે પર રવિવારે ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાના જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન હતું, પરંતુ ધારાસભ્ય કાર્યાલયનું ઉદ્ઘાટન કરે તે પહેલાં જ પોલીસે ધરપકડ કરી હતી. આથી અન્ય ધારાસભ્યોની હાજરીમાં કાર્યાલયને ખૂલ્લું મૂકવામાં આવ્યું હતું.સાબરીયાની ધરપકડને લઇને કોંગ્રેસના ધારાસભ્યો આજે સોમવારે એ ડિવીઝન પોલીસ સ્ટેશન સામે ધરણા પર બેસી ગયા છે. પરષોત્તમ સાબરિયાની ધરપકડના વિરોધમાં કોંગ્રેસ મેદાન પર ઉતરી આવી છે. કોંગ્રેસના ધારાસભ્યો લલિત કગથરા, પીરઝાદા, બ્રીજેશ મેરજા, લલિત વસોયા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો એ ડિવીઝન પોલીસ સ્ટેશન સામે પ્રતિક ધરણા પર બેઠા છે. પરષોત્તમ સાબરીયાને આજે 1 વાગે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

#webviral સોશિયલ મીડિયા પર ગીત ગાતી ગધેડીનો વીડિયો થઈ રહ્યું છે વાયરલ