Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં 4 હજાર જૂના શિક્ષકોની ભરતી માટે આ તારીખે જાહેરાત પ્રસિદ્ધ થશે

Gujarat teacher recruitment
, શુક્રવાર, 6 સપ્ટેમ્બર 2024 (18:50 IST)
ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની ભરતી અંગે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફ ભરતી માટેની પસંદગી સમિતિ-ગાંધીનગરના જણાવ્યા અનુસાર બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટેની જાહેરાત આગામી 25 સપ્ટેમ્બર 2024ના રોજ તેમજ બિનસરકારી અનુદાનિત માધ્યમિક શિક્ષણ સહાયક માટેની જાહેરાત આગામી 10 ઓક્ટોબર 2024ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે.
 
4000 જેટલા જૂના શિક્ષકો માટે ભરતીની જાહેરાત
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આચાર્ય, જૂના શિક્ષક અને શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત ગત તા. 01 ઓગસ્ટ 2024ના રોજ આચાર્ય તેમજ ગત 01 સપ્ટેમ્બર 2024ના રોજ અંદાજિત 4000 જેટલા જૂના શિક્ષકો માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. હવે, આગામી સમયમાં બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક તેમજ બિનસરકારી અનુદાનિત માધ્યમિક શિક્ષણ સહાયકની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

માલિક તળાવમાં ડૂબી ગયો, ભૂખ્યો અને તરસ્યો કૂતરો બે દિવસ સુધી રડતો રહ્યો.