સુરતમાં કોરોનાના કેસો હવે 150થી વધુ નોંધાવાનું શરૂ થઈ ગયું છે. સુરતની સ્કૂલોમાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું છે. સુરતની સ્કૂલ-કોલેજોમાં છેલ્લા 13 દિવસમાં 110 જેટલા વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત આવી ચૂક્યા છે. ગઈકાલે એક જ દિવસમાં શહેરમાં 26 વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા હતા. 20 ડિસેમ્બરના રોજ 3 વિદ્યાર્થી સંક્રમિત થયા હતા. જ્યારે ગત રોજ 26 વિદ્યાર્થી સંક્રમિત થતા છેલ્લા 13 દિવસમાં જ 9 ગણો વધારો નોંધાયો છે.
રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરનાં ડાકલાં વચ્ચે છેલ્લા 15 દિવસમાં જ સ્કૂલે જતા 122 વિદ્યાર્થી સંક્રમિત થઈ ચૂક્યા છે. દિવાળી પછી સ્કૂલોને ઓફલાઈન શરૂ કરવા સ્કૂલોના અને હવે ઓમિક્રોન કહેર વચ્ચે પણ ચાલુ રાખવા સરકારના દુરાગ્રહનું જ આ પરિણામ છે
સુરતની સ્કૂલોમાં કોરોનાનું સૌથી વધુ સંક્રમણ ફેલાયું છે. અહીંની સ્કૂલોમાં જનારા અત્યારસુધીમાં 70 જેટલા વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થિનીઓ કોરોનાથી સંક્રમિત મળ્યાં છે.