Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતની નીચલી કોર્ટોમાં પેન્ડિંગ લાખો કેસોમાં હવે વારંવાર મુદ્દતો નહીં પડે

ગુજરાતની નીચલી કોર્ટોમાં પેન્ડિંગ લાખો કેસોમાં હવે વારંવાર મુદ્દતો નહીં પડે
, ગુરુવાર, 16 ઑગસ્ટ 2018 (13:11 IST)
વિશ્વ હિંદુ પરિસદના પૂર્વ અધ્યક્ષ પ્રવિણ તોગડિયા વિરુદ્ધ 22 વર્ષ જૂના ક્રિમિનલ કેસમાં અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટ દ્વારા આ વર્ષે વોરંટ જાહેર કરવામાં આવ્યુ હતું. જોકે તોગડિયાએ પોતે રાજકીય કિન્નાખોરીનો ભોગ બન્યા હોવાનું જણાવ્યું હતું. પાછલા અઠવાડિયે તેમના કાર્ટમાં હાજર થવાના કારણે કોર્ટ દ્વારા વોરંટને કેન્સલ કરવામાં આવ્યું હતું.  હાઈકોર્ટ દ્વારા આ પ્રકારના કેસોના નિકાલ માટે નીચલી અદાલત પર પ્રેશર નાખવામાં આવ્યું છે. આ કારણે જ તોગડિયાનો વર્ષો જૂનો કેસ ફરીથી શરૂ કરવામાં આવ્યો છે. હાઈકોર્ટના આદેશ બાદ મેટ્રોપોલિટન કોર્ટ દ્વારા આવા દાયકાઓ જૂના કેસોના નિકાલ કરવાની કામગીરી શરૂ કરી છે. જેમને હજુ પણ ટ્રાયલ માટે સેશન કોર્ટમાં મોકલવાના બાકી છે. કોર્ટના અધિકારીએ જણાવ્યું કે, પાછલા છ મહિનાથી આવા જૂના કેસોને સેશન કોર્ટને સોંપવા માટે કોર્ટ નં 23 અને 25ની નિયુક્તિ કરવામાં આવી છે.ગુજરાતમાં અમદાવાદમાં એકલા જ 81,364 કેસો પાંચ વર્ષથી પણ વધુ સમયથી પેન્ડીંગ પડ્યા છે જે દશકા પહેલા ફાઈલ કરવામાં આવ્યા હતા. જ્યારે 76,577 કેસો પાંચ વર્ષથી પેન્ડીંગ પડ્યા છે. હાલના સમયમાં પણ ગુજરાતની નીચલી અદાલતોમાં 15,95,011 કેસો પેન્ડીંગ પડ્યા છે.હાઈકોર્ટના જનરલ રજિસ્ટ્રાર પી.આર પટેલે જણાવ્યું કે, પડતર કેસોના નિકાલ માટે ખાસ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કેટલાક વર્ષો પહેલા કોર્ટમાં પડતર કેસોની સંખ્યા 22 લાખથી વધુ હતી, જે હવે ખાસ પ્રયાસોના કારણે ઘટીને 16 લાખ સુધી પહોંચી ગઈ છે. હાઈકોર્ટના આ આદેશથી વર્ષો પહેલા વોરંટ મેળવવા છતા કેસ પેન્ડીંગ પડ્યો હોય એવા લાખો લોકો માટે આશાના એક કિરણ સમાન છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી