મચ્છરજન્ય રોગચાળો ડેન્ગ્યુ માટે સામાન્ય રીતે જાન્યુઆરીથી જૂન મહિનાનો સમયકાળ ઓફ સિઝન ગણાય છે, પરંતુ આ સમયગાળામાં પણ શહેરમાં ડેન્ગ્યુના સત્તાવાર ૧પ૧ કેસો નોંધાયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ૪૮ વોર્ડ પૈકી બહેરામપુરા વોર્ડમાં સૌથી વધુ ર૧ કેસ નોંધાયા હતા.મનપાના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં ગત તા.૧ જાન્યુઆરી, ર૦૧૮થી ગત તા.૧૩ જૂન, ર૦૧૮ સુધીના મચ્છરજન્ય રોગચાળા ડેન્ગ્યુના વોર્ડ દીઠ અને ઝોન દીઠ સત્તાવાર અહેવાલ મુજબ આટલા સમયગાળામાં બહેરામપુરા બાદ લાંભામાં સૌથી વધુ ૧ર કેસ છે. લાંભા બાદ જમાલપુર, દાણીલીમડા, ઇન્દ્રપુરી વોર્ડમાં આઠ કેસ અને મકતમપુરા, સ્ટેડિયમ, નારણપુરા, ગોમતીપુર, વટવા ડેન્ગ્યુગ્રસ્ત છે. ડેન્ગ્યુના સત્તાવાર કેસની ઝોનવાઇઝ વિગત તપાસતાં દક્ષિણ ઝોનમાં સૌથી વધુ પર કેસ, પશ્ર્ચિમ ઝોનમાં ર૮ કેસ, મધ્ય ઝોનમાં ર૬ કેસ, નવા પશ્ર્ચિમ ઝોનમાં ૧૮ કેસ, પૂર્વ ઝોનમાં ૧૭ કેસ અને ઉત્તર ઝોનમાં સૌથી ઓછા ૧૦ કેસ નોંધાયા છે. દરમિયાન તંત્ર દ્વારા પ્રિ મોન્સૂન એકશન પ્લાન હેઠળ ચોમાસામાં મચ્છરજન્ય રોગચાળા પર અંકુશ મૂકવા વ્યાપક ઉપાયો કરાયા હોવાનો દાવો કરાયો છે પરંતુ જે પ્રકારે ઓફ સિઝનમાં ડેન્ગ્યુના સત્તાવાર ૧પ૧ કેસ વિભિન્ન મ્યુનિસિપલ હોસ્પિટલમાં નોંધાયા છે.