Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઈરાકના 160 વિદ્યાર્થીઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભણવા અરજી કરી

ઈરાકના 160 વિદ્યાર્થીઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભણવા અરજી કરી
, શુક્રવાર, 22 જૂન 2018 (16:13 IST)
સૌરાષ્ટ્ર યુનિ.માં દર વર્ષે વિદેશથી ભણવા આવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ક્રમશઃ વધારો થતો રહ્યોછે. આ વર્ષે ઈરાકમાંથી ૧૬૦ જેવી અરજીઓ આવી છે જે પૈકી ૧૦ વિદ્યાર્થીઓને અનુસ્નાતક કક્ષાના જૂદા જૂદા અભ્યાસક્રમોમાં પ્રવેશ આપવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર યુનિ.માં વિદેશથી ભણવા આવતા વિદ્યાર્થીઓને રહેવા માટે ઈન્ટરનેશનલ ટ્રાન્ઝીટ હાઉસ ઉભુ કરવામાં આવ્યું છે. ભારત સરકારની આઈસીસી ચાર યોજના હ ેઠળ સ્કોલરશિપ મળતી હોવાથી અહી વિદેશનાં વિદ્યાર્થીઓ એમબીએ ફાર્મસી, કોમર્સ, કમ્પ્યુટર સાયન્સ, બાયોસાયન્સ સહિતના કોર્સમાં વધુ પ્રવેશ લેતા હોય છે. વિજ્ઞાાનના વિદ્યાર્થીઓના એડમિશનની કો.ઓર્ડીનેટરની જવાબદારી સંભાળતા અતુલભાઈ ગોસાઈએ જણાવ્યું હતું કે, યેમેનનો એક વિદ્યાર્થી અહી પીએચડી કરવા ઈચ્છે છે પરંતુ ત્યાંની સંવેદનશીલ સ્થિતિમાં તે અહી આવી શકતો નથી. પુણેની યુનિ.એ ઈરાકના વિદ્યાર્થીઓના પ્રવેશ ઉપર પાબંદી મુકતા હવે આ વિદ્યાર્થીઓ અહી પ્રવેશ માટે અરજી કરી છે. પરંતુ તેમાંથી સ્કોલર હોય તેવા ૧૦ વિદ્યાર્થીઓને જ પ્રવેશ અપાયા છે. વધુમાં શ્રીલંકા, મોરક્કો અફઘાનિસ્તાન સહિતના દેશોમાંથી વિદ્યાર્થીઓએ એડમિશન માટે અરજીઓ કરી છે. યુનિ.માં કુલ ૨૨ વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ માટેની ક્ષમતા છે. તે આ વર્ષે પરિપુર્ણ થઈ જશે તેમ જણાવ્યું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

તલાટી કમ મંત્રી પ્રભુજી રત્નાજી નીનામાએ ગળેફાંસો ખાઈને મોત મીઠુ કરી લીધુ