Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદમાં 2 વર્ષમાં હિટ એન્ડ રનના 408 અને કસ્ટોડિયલ ડેથ ના 28 કેસ નોંધાયા

અમદાવાદમાં 2 વર્ષમાં હિટ એન્ડ રનના 408 અને કસ્ટોડિયલ ડેથ ના 28 કેસ નોંધાયા
, બુધવાર, 28 માર્ચ 2018 (17:06 IST)
વિધાનસભામાં એક પ્રશ્નના જવાબમાં આપવામાં આવેલી માહિતી પ્રમાણે અમદાવાદમાં 31 જાન્યુ. 2018ની સ્થિતિએ 2 વર્ષમાં હિટ એન્ડ રનના 408 કેસ નોંધાયા હતા. જેમાં 244 વ્યક્તિઓના મોત નિપજ્યાં હતા. આ બનાવોમાં વાહનોની ઓળખ ન થતાં એકપણ આરોપી ઝડપાયો નથી. કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ વિધાનસભામાં પૂછેલા એક પ્રશ્નના જવાબમાં સરકારે ખુલાસો કરતાં આ જવાબ આપ્યો હતો. જેમાં અમદાવાદમાં જ છેલ્લા બે વર્ષમાં હિટ એન્ડ રનના 408 બનાવ નોંધાયા હોવાનું તેમાં 244 મોત થયા હોવાનું જણાવાયું હતું. આ કેસમાં વાહનની ઓળખ ન થતાં આરોપીઓ સરકારની પહોંચથી બહાર લહેર કરી રહ્યાં છે. એક પણ આરોપી પકડાયો નથી. જેને પરિણામે એક વાહન જપ્ત કરાયું નથી. ઈમરાન ખેડાવાલાના એક અન્ય પ્રશ્નના જવાબમાં સરકારે કસ્ટોડિયલ ડેથ વિશે જણાવાયું હતું. જેમાં અમદાવાદમાં કસ્ટોડિયલ ડેથ ના 28 કિસ્સા નોંધાયા હોવાનું પણ સરકાર દ્વારા ગૃહમાં જણાવાયું હતું.  રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારા ટ્રાન્સપરન્સી રાખવા શું પગલાં લેવાયા છે તે વિશે સરકારે જવાબ આપતા કહ્યું હતું કે રાજ્યના તમામ પોલીસ મથકો CCTVથી સજ્જ કરાયા છે. 619 પોલીસ મથકોમાં 7361 CCTV કેમેરા લગાવાયા  છે. રૂ.62 કરોડના ખર્ચે તમામ પોલીસ સ્ટેશનમાં CCTV લગાવાયા છે. મોટા પોલીસ સ્ટે.માં 15, નાના પોલીસ સ્ટે.માં 10 કેમેરા લગાવાયા છે. આ કેમેરા કોના થકી લગાવવામાં આવ્યા તે વિશે પૂછાતા સરકારે જવાબમાં કહ્યું હતું કે 2 કંપનીઓને કેમેરા લગાવવાની કામગીરી સોંપાઈ હતી. જે માટે ગોદરેજને 37 કરોડ, વિપ્રોને 24 કરોડ એમ કુલ 62 કરોડનો ખર્ચ થયો હતો. રાજ્યમાં ગુનાખોરી ડામવા માટે રૂ.335 કરોડના પ્રોજેક્ટ હેઠળ કામગીરી ચાલી રહી છે. જેમાં મહત્વના સ્થળોની સુરક્ષા માટે જુદા જુદા સ્થળે કેમેરા લગાવાશે. રૂ.335 કરોડના ખર્ચે 7463 કેમેરા લગાવવાની કામગીરી કાર્યરત છે. તેમ વધુંમાં સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

13,860 કરોડનું કાળુંનાણું જાહેર કરનારના સીએની ઠગાઈમાં ધરપકડ