Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચૂંટણીૂં સમયના સાથી હાર્દિક પટેલ અને જિજ્ઞેશ મેવાણી વચ્ચે દરાર?

ચૂંટણીૂં સમયના સાથી હાર્દિક પટેલ અને જિજ્ઞેશ મેવાણી વચ્ચે દરાર?
, ગુરુવાર, 1 ફેબ્રુઆરી 2018 (13:45 IST)
હાર્દિક પટેલ અને જિજ્ઞેશ મેવાણીએ ચૂંટણીના કપરા સમયમાં એકબીજાનો બરાબર સાથ આપ્યો હતો પરંતુ હવે પોતપોતાની કોમને લઈને સામસામે આવી ગયા છે.હાર્દિક પટેલે જ્યારે ટ્વીટ કર્યું કે ગીતાપુરાના કેટલાંક ગુંડાઓએ અમદાવાદના એક ગામની જમીન પડાવી પાડી છે જેનો ગામવાસીઓએ વિરોધ કર્યો છે. તે લોકો દેત્રોજમાં મામલતદારની ઑફિસ બહાર ઉપવાસ પર બેસી ગયા હતા. અસામાજિક તત્વોને કોઈપણ જાતિ સાથે સાંકળવા જોઈએ નહિ. આ ટ્વીટને કારણે દલિતો રોષે ભરાયા હતા. પાંચ દલિત પરિવારોને રહેવા માટે પ્લોટનું પઝેશન ન મળતા તે વિરોધ કરવા ઉપવાસ કરી રહ્યા હતા. તેની સામે ગામના પટેલો પણ ઉપવાસ પર બેસી ગયા હતા. તેમણે માંગ કરી કે દલિતોને આ પ્લોટ ન અપાવા જોઈએ કારણ કે તે ગ્રામપંચાયતના છે. હાર્દિક 24 જાન્યુઆરીએ આ વિરોધ કરનાર પાટીદારોને મળ્યો હતો. તેના એક દિવસ પહેલા જિજ્ઞેશ મેવાણી આમરણાંત ઉપવાસ પર બેસનાર દલિતોને મળ્યો હતો.જમીનનો મુદ્દો ઉકેલાઈ ગયો છે. વહીવટકર્તાઓએ દલિત પરિવારને તેમની ખેતીની જમીન નોન-એગ્રિકલ્ચરલ જમીનમાં પરિવર્તિત કરી તેના પર ઘર બાંધવાની પરવાનગી આપી દીધી છે. પણ હાર્દિકના આ ટ્વીટને કારણે દલિતોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. તેમણે હાર્દિક વિરુદ્ધ એક મેમોરેન્ડમ તૈયાર કરીને તેમની લાગણી દુભાય તેવી ટિપ્પણી કરવા બદલ જિલ્લા કલેક્ટરને અરજી આપી છે.મેવાણી અને હાર્દિકની મિત્રતા ગુજરાતની ચૂંટણી સમયે વધુ ગાઢ બની હતી. હાર્દિકે જિજ્ઞેશના ચૂંટણી લડવાના નિર્ણયને વધાવી લીધો હતો. સેક્સ ટેપ મુદ્દે હાર્દિક સકંજામાં આવ્યો ત્યારે જિજ્ઞેશે પણ હાર્દિકને સપોર્ટ આપ્યો હતો.જમીનના મુદ્દે સક્રિય દલિત ચળવળકાર કનુ સુમરા જણાવે છે, પાંચ દલિત પરિવાર દેત્રોજમાં મામલતદારની ઑફિસ સામે આમરણાંત ઉપવાસ પર ઉતર્યા હતા અને તેમના ઉપવાસ 12 દિવસ ચાલ્યા હતા. દલિતોના પ્રશ્નો ઉકેલવાને બદલે હાર્દિક તેની કોમના લોકો સાથે બેઠો. 2013માં અડધા વીઘાની આ જમીન દલિતોને આપવાનું વચન આપવામાં આવ્યું હતુ. તેમને ભાગપુરા ગામમાંથી નીકળી જવાની ફરજ પડાઈ ત્યારે આ જાહેરાત કરવામાં આવી હતી. તેમણે દલિતોને અસમાજિક તત્વો કહ્યા. અમે જ્યારે તેની સામે વિરોધ કરવાનું કહ્યું ત્યારે તેણે આવા શબ્દો વાપરવા અંગે માફી પણ માંગી લીધી.દલિતોએ એક વીઘા ખેતીની જમીનને નોન-એગ્રિકલ્ચરલ લેન્ડમાં તબદીલ કરવા પર સંમતિ આપી એટલે મુદ્દો ઉકેલાઈ ગયો હતો. સરકારે વચન આપ્યું છે કે જમીન પર ઘર બાંધવાનો ખર્ચો સરકાર ભોગવશે.જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું, અમુક મુદ્દે અમારા મતભેદ હોય તો પણ અમે ભાજપ વિરુદ્ધ મજબૂત થવા હાથ મિલાવી લઈશું. બીજી હું તેના વિષે મારા અલગ વિચારો ધરાવુ છું અને તેને પણ મારી સાથે અસહમત થવાનો હક છે.”

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સફેદ ચૂનાનો કાળો કારોબાર: મીલીભગતથી 7 લાખ હેક્ટર જમીનને નુકસાન