Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હાર્દિક પટેલની મુશ્કેલી વધી, વઢવાણમાં વધુ એક કેસ નોંધાયો

હાર્દિક પટેલની મુશ્કેલી વધી, વઢવાણમાં વધુ એક કેસ નોંધાયો
, શનિવાર, 13 જાન્યુઆરી 2018 (14:38 IST)
વિધાનસભાની ચૂંટણીબાદ પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલની મુશ્કેલી વધી છે. વઢવાણમાં ભડકાઉ ભાષણ કરવા બદલ મામલતદાર કચેરી દ્વારા હાર્દિક સહિત સુરેન્દ્રનગર જિલ્લાના પાસ કન્વીનર અમિત પટેલ સામે વઢવાણ બી-ડિવિઝન પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં આચાર-સંહિતા ભંગ, જાહેરનામા ભંગ અને શરતભંગ સહિતનો ગુનો નોંધવામાં આવતા રાજકીય ગરમાવો આવ્યો છે. વિધાનસભા ચૂંટણી સમયે વઢવાણ ૮૦ફૂટ રોડ પર ભક્તિનંદન સર્કલ પાસે અધિકાર સંમેલન અને રેલીમાં હાર્દિકે ભાજપ અને મોવડી મંડળ સામે આગ ઝરતા ભાષણો કર્યા હોવાની બૂમરાણો ઊઠી હતી. જે અંતર્ગત બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. PSI કલોત્રાભાઈએ જણાવ્યું કે, વઢવાણ મામલતદાર કચેરીએ લેખિત ફરિયાદ કરતા ફરિયાદ નોંધી, બે શખ્સો સામે ગુનો નોંધ્યો છે. .

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શહેરો વિકસિત હોય તેને વિકાસ ન કહેવાય, બેરોજગારીનું નિરાકરણ જરૂરી: રાજ્યપાલ કોહલી