રાજકોટમાંથી ઝડપાયેલા કથિત આઇએસ એજન્ટ વસીમ અને નઇમની હાલ એટીએસ દ્વારા પૂછપરછ ચાલી રહી છે. જેમાં અનેક ચોંકાવનારી વિગતો ખુલી રહી છે. વસીમ અને નઇમ સગા ભાઇઓ છે. તેની પ્રવૃતિથી વસીમની પત્ની વાકેફ હતી તેવું તપાસમાં ખુલ્યું હતું. ત્યારે એવી વિગતો પણ બહાર આવી છે કે, બન્ને ભાઇઓની માતા શીરિનબેન રામોડિયાને પણ આ પ્રવૃતિની જાણ હતી. રાજકોટમાં રહેતા તેના માતા-પિતાએ વાતચીત કરી હતી.
માતા શીરિનબેને જણાવ્યું હતું કે, શું માતાની દુઆ હોય જ પણ તેનું ભવિષ્ય સુધરે તેમાં, નહી કે તેને કૂવામાં નાંખવા માટે. મારા સંતાનો પર લાગેલા તમામ ઓરોપો ખોટા છે. શીરિનબેન રામોડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, ઓલાદ શું આના માટે મોટી કરવામાં આવે છે. મારા બચ્ચાઓનું ભવિષ્ય શું? હવે તો આ લોકોએ તેનું ભવિષ્ય રગદોળી નાંખ્યું. એની પણ નાની ઓલાદ છે તેનુ શું? ચાર વર્ષની બેબી છે. મારે બધાની મદદ જોઇએ ન્યાય તંત્ર પર ભરોસો છે. જે થશે તેનું બહેતર થશે. ચાર ચાર થેલા લઇને આવ્યા'તા કે આ રહ્યા પુરાવા, અમને તો બતાવો. સવારમાં જ આતંકી જાહેર કરી દીધા, મારા બચ્ચાઓનું જીવન રોળાય ગયું. મને મારા અલ્લાહ પર પૂરો ભરોસો છે અને ઇન્સાલા મને ન્યાય મળશે. બન્ને ભાઇઓના પિતા આરિફ રામોડિયાએ જણાવ્યું હતું કે, અમે કોઇ દિવસ પોલીસ સ્ટેશન જોયું જ નથી. આ પહેલો બનાવ છે કે અમે પોલીસ સ્ટેશનમાં ગયા. અમને વિશ્વાસ છે કે તે નિર્દોષ છૂટશે. કોઇ પત્ની પોતાના પતિને કે કોઇ મા તેના પુત્રને આવી પ્રવૃતિમાં ના ધકેલે તે બધી બનાવેલી વાતો છે. સમય આવ્યે બધુ ખબર પડશે. જે કંઇ પણ કાનૂની કાર્યવાહી છે તે કરીશ, પાછળ નહી રહીએ. મારા સંતાનોને જેલમાં મરવા નહીં દઉ, તેને છોડાવીને જ રહીશ.