Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઓક્સીજનની અછત ન સર્જાય તે માટે ૨૦ હજાર લીટરની વધુ એક ટેંકની ટૂંક સમયમાં ઈન્સ્ટોલ કરાશે

ઓક્સીજનની અછત ન સર્જાય તે માટે ૨૦ હજાર લીટરની વધુ એક ટેંકની ટૂંક સમયમાં ઈન્સ્ટોલ કરાશે
, શનિવાર, 19 સપ્ટેમ્બર 2020 (13:17 IST)
કોરોના વાયરસના સંક્રમિત ઘણા દર્દીઓમાં શ્વાસ લેવા સંબંધી તકલીફો જોવા મળી રહી છે ત્યારે આ સ્થિતિમાં કૃત્રિમ રીતે એટલે સીધુ ઓક્સીજન કે વેન્ટીલેટર પર રાખવાની જરૂરિયાત ઉભી થતી હોય છે. આ માટે રાજકોટ પીડીયુ હોસ્પિટલ ખાતે ૧૧ હજાર લીટરની લીક્વીડ ઓક્સીજનની ટેંક અને ૯૫૦ લીટરની ૪ ટેન્ક ઉપલબ્ધ છે. ઉપરાંત નજીકના ભવિષ્યમાં ૨૦ હજાર લીટરની વધુ એક ટેંક ઈન્સ્ટોલ કરવામાં આવશે. આમ, આ વિકટ પરિસ્થિતમાં દર્દીઓના જીવ બચાવવા માટે પુરતો પ્રાણવાયુ ઉપલબ્ધ છે. 
 
ઓક્સીજન સપ્લાય બાબતના ઇન્ચાર્જ નોડલ ઓફિસર શ્રી જે.કે. નથવાણી કહે છે કે, કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓની સારવાર માટે ઓક્સીજન એક મહત્વનું  ઘટક છે. આ ઓક્સીજનની જરૂરિયાતને પહોંચી વળવા માટે પુરતા પ્રમાણ જથ્થો છે. ઓક્સીજનની સપ્લાય બે પ્રકારે કરવામાં આવતી હોય છે. એક પ્રવાહી અને બીજુ વાયુ સ્વરૂપે. લીક્વીડ ઓક્સીજનને સીધુ ઉપયોગમાં લઈ શકાતુ નથી પણ તેને વેપોરાઈઝર મશીનના માધ્યમથી વાયુ સ્વરૂપમાં પરિવર્તિત કર્યા બાદ કોવિડ હોસ્પિટલના દરેક વોર્ડમાં પાઈપલાઈન મારફતે કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે સપ્લાય કરવામાં આવે છે. ઉપરાંત ઓક્સીજનની સપ્લાય માટે ડી-ટાઈપના ૬૦ સિલિન્ડર ઉપલબ્ધ છે. જેનો પણ જરૂરિયાત અનુસાર ઉપયોગ કરી શકાય છે. 
 
વધુમાં તેમણે જણાવ્યું કે, ઓક્સીજનને જરૂરિયાતને પહોંચી વળવા માટે પુરતો જથ્થો છે. ઉપરાંત ઓક્સીજનની ઉણપથી કોઈ દર્દીનો જીવ જોખમમાં ન મુકાય તે માટે ૨૦ હજાર લીટરની વધુ એક ઓક્સીજન ટેંકનુ ઈન્ટોસ્ટોલેશનનુ કામ નજીકના ભવિષ્યમાં પૂર્ણ કરી દેવામાં આવશે.આમ, પૂરતા પ્રમાણમાં ઓક્સીજન ઉપલબ્ધ છે અને ઉભી થનારી જરૂરિયાતને પહોંચી વળવા માટે પૂર્વતૈયારી પણ કરી લેવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ચાની દુકાનો બંધ કરવાનો મુદ્દો વિધાનસભાના મોનસૂન સત્રમાં ઉઠાવશે કોંગ્રેસ