Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં આફતનો વરસાદ, ભાવનગર-બોટાદમાં અતિભારે વરસાદથી આવતીકાલે સ્કુલ કોલેજ બંધ રહેશે

rain in gujarat
અમદાવાદ: , મંગળવાર, 17 જૂન 2025 (18:53 IST)
rain in gujarat
સોમવારે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સાથે ભારે વરસાદ પડ્યો હતો. ચોમાસાની શરૂઆત સાથે જ ભાવનગર અને બોટાદ જિલ્લામાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 221 તાલુકાઓમાં ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો છે. બોટાદના ગઢડામાં સૌથી વધુ 14 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

 
આ સાથે પાલિતાણામાં લગભગ 12 ઇંચ વરસાદ પડ્યો છે. ગઢડામાં ભારે વરસાદ અને ઉપરવાસમાં વરસાદને કારણે ઘેલા નદીમાં નવું પાણી આવ્યું છે. ઇશ્વરિયા ગામનો પુલ તૂટી ગયો છે, જેના કારણે ગામનો સંપર્ક તૂટી ગયો છે.
 
ગઢડામાં ઘેલા નદી બંને કાંઠે પૂરની સ્થિતિમાં છે. ગઢડામાં ગઈકાલે રાત્રે પડેલા વરસાદ અને ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ઘેલા નદીમાં નવું પાણી આવ્યું છે. ઘેલા નદી પર બનેલા રામઘાટ ડેમ ઓવરફ્લો થવાને કારણે ઘેલા નદીમાં પાણીનો પ્રવાહ વધી રહ્યો છે. રામઘાટ ડેમ ગઢડાના લોકો માટે જીવનરેખા સમાન છે.
 
બોટાદમાં ગઈકાલે સાંજે પડેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. બોટાદ શહેરના ભાવનગર રોડ પર આવેલી ત્રણથી ચાર સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે. સોસાયટી તરફ જતો મુખ્ય રસ્તો કમર સુધી પાણીથી ભરાઈ ગયો હોવાથી લોકો પરેશાન છે. ઘણા લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા હોવાના અહેવાલ છે.
 
આવતીકાલે એટલે કે 18 જૂનના રોજ ગુજરાતના અરવલ્લી, દાહોદ, મહિસાગર, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં એટલે કે પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.
 
આગામી 7 દિવસની આગાહી
હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસને લઈને રાજ્યમાં વરસાદ માટે આગાહી કરવામાં આવી છે. જેમાં અત્યારે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયું છે. અને આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, પોરબંદર અને જૂનાગઢમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે જ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, જામનગર, અમરેલી, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને કચ્છમાં ભરેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

એયર ઈંડિયા વિમાન દુર્ઘટનામાં આ ક્રિકેટરનુ પણ થયુ મોત, જઈ રહ્યા હતા ઈગ્લેંડ, ટીમે આપી શ્રદ્ધાંજલિ