Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મસ્જિદ પાસે ચાલી રહી હતી બાળકીઓની બલિ ચઢાવવાની તૈયારી, ફરિશ્તા બનીને આવ્યા ઈમરાન ભાઈ

મસ્જિદ પાસે ચાલી રહી હતી બાળકીઓની બલિ ચઢાવવાની તૈયારી, ફરિશ્તા બનીને આવ્યા   ઈમરાન ભાઈ
ગાંધીનગર. , સોમવાર, 28 મે 2018 (15:12 IST)
રમઝાનના પાક મહિનામાં નેકીની મિસાલ કાયમ કરતા એક મુસ્લિમ વ્યક્તિએ બે  બાળકીઓને એ સમયે બચાવી જ્યારે એક વ્યક્તિ તેને બલિ ચઢાવવા માટે લઈ જઈ રહી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આ ઘટના ગુજરાત કિમ કોઠવાની વાત છે.  ઈમરાન ભાઈ શાહની સતર્કતાથી બંને બાળકોનો જીવ બચી ગયો અને આરોપી પોલીસની ધરપકડમાં પહોંચી ગયો. આરોપી વ્યક્તિએ બંને બાળકીઓને મહારાષ્ટ્રથી અપહરણ કર્યુ હતુ અને તેમને લઈને ગુજરાત આવી ગયો હતો. જ્યા તે બાળકીઓની બલિ આપવા જઈ રહ્યો હતો. 
 
પોલીસની પ્રાથમિક તપાસમાં આ માહિતી સામે આવી છે કે બાળકીઓને બલિ માટે લઈ જનારો આરોપી પહેલાથી જ હત્યાના એક કેસનો આરોપી છે. માહિતી મુજબ બંને બાળકીઓને મહારાષ્ટ્રથી અપહરણ કરીને લાવવામાં આવી હતી અને કોઠવાના 52 દરગાહ નિકટ બલિ આપવાની તૈયારી ચાલી રહી હતી. પણ એવા સમયે ઈમરાન ભાઈ શાહ એ બાળકીઓ માટે ફરિશ્તા બનીને આવ્યા. ઈમરાને કારણે બંને બાળકીઓ સકુશળ પોતાના પરિવાર સુધી પહોંચી. 
 
ઉલ્લેખનીય છે કે બાળકીઓના અપહરણની તપાસમાં લાગેલી મહારાષ્ટ્ર પોલીસે સૂરતના કોસંબા પોલીસ સાથે સંપર્ક કર્યો હતો. જ્યારબાદ આ ઘટનાનો ખુલાસો થયો. આરોપી પર મહારાષ્ટ્ર પોલીસે 7 હજારનુ ઈનામ જાહેર કર્યુ હતુ જે હવે ઈમરાન ભાઈને આપવામાં આવશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Samsung Galaxy J7 Duoની કીમતમાં ભારે કપાત, હવે કીમત માત્ર આટલી