ધોળકાની ખાન મસ્જિદમાં સૂફીની રંગત સાથે સંગીત પ્રેમીઓ આફરીન
, મંગળવાર, 21 નવેમ્બર 2017 (14:34 IST)
ધોળકાની ખાન મસ્જિદમાં રવિવારે સૂફી સંગીતના સૂર રેલાયા હતાં. ક્રાફ્ટ ઓફ આર્ટના ઉપક્રમે હેરિટેજ ફેસ્ટિવલમાં પ્રથમ પરફોર્મન્સમાં વાયોલિન પર બાલાભાસ્કર, ડ્રમ ઉપર અરૂણકુમાર અને તબલા પર ઉસ્તાદ ફઝલ કૂરેશીએ સૂફી ફ્યૂઝનની પ્રસ્તુતિ કરી હતી. તે પછીના પરફોર્મન્સમાં ઉસ્તાદ ફઝલ કૂરેશી, અરૂણકુમાર અને બાલાભાસ્કરે સૂર્યા પરફોર્મન્સમાં હિન્દુસ્તાની ક્લાસિકલ સંગીત પ્રસ્તુત કર્યું હતું.
સંગીત પ્રેમીઓ જેની ભારે આતુરતાથી વાટ જોતા હતાં તે નિઝામી બ્રધર્સની કવ્વાલી રજુ થઈ હતી. 700 વર્ષ જુની પોતાની કવ્વાલીની પરંપરાને આગળ વધારતા ખાન મસ્જિદમાં તેમણે કૌલ, તરાના તથા અમીર ખુસરોની રચના ‘છાપ તિલક સબ છીની’ રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કવ્વાલીની પરંપરા 700 વર્ષથી ચાલી આવે છે. ગાયનની શૈલીમાં જીવન જીવવાની રીત છે તો ક્યાંક ક્યાંક કબીર અને અમીર ખુશરૂની રચનાઓમાં ભક્તિ અને પ્રેમનો રસ છલકે છે. છેલ્લા 10 વર્ષથી અમે અમદાવાદમાં સૂફી સંગીતને પ્રસ્તુત કરવા આવીએ છીએ. એક એવો વર્ગ કે જે બોલિવૂડ ફિલ્મમાં એકાદ કવ્વાલી સાંભળીને ખુશ થઈ જતાં વર્ગને રૂબરૂ મળવાનો આનંદ અલગ છે.
આગળનો લેખ