Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Rahul Gandhi: રાહુલ ગાંધીની સમીક્ષા અરજી પર આજે નિર્ણય, માનહાનિના કેસમાં સજા પર સ્ટે માંગ્યો

rahul gandhi
, શુક્રવાર, 7 જુલાઈ 2023 (08:38 IST)
મોદી સરનેમ ટીપ્પણી સંબંધિત માનહાનિના કેસમાં રાહુલ ગાંધીની સજા પર સ્ટે મૂકવાની અરજી પર આજે એટલે કે 7 જુલાઈએ ચુકાદો આવશે. હાઈકોર્ટ દ્વારા ગુરુવારે જાહેર કરવામાં આવેલી યાદી મુજબ જસ્ટિસ હેમંત પ્રચ્છકની કોર્ટ શુક્રવારે સવારે 11 વાગ્યે ચુકાદો આપશે. આ પહેલા રાહુલે તેની સજા પર રોક લગાવવા માટે રિવ્યુ પિટિશન દાખલ કરી હતી.
 
ઉલ્લેખનીય છે કે માર્ચ 2019 માં, રાહુલ ગાંધી દ્વારા મોદી અટકને લઈને કરેલી ટિપ્પણીના સંદર્ભમાં, સુરત કોર્ટે તેમને કલમ 504 હેઠળ બે વર્ષની સજા ફટકારી હતી. આ પછી રાહુલની લોકસભાની સદસ્યતા પણ જતી રહી. આવી સ્થિતિમાં જો હાઈકોર્ટમાંથી રાહુલની તરફેણમાં નિર્ણય આવશે તો કોંગ્રેસના નેતાની સંસદની સદસ્યતા પુનઃસ્થાપિત કરવાનો માર્ગ મોકળો થઈ જશે.
 
મે મહિનામાં વચગાળાની રાહત મળી નથી
આ પહેલા જસ્ટિસ પ્રચ્છકે મે મહિનામાં રાહુલ ગાંધીની અરજી પર સુનાવણી કરતી વખતે તેમને વચગાળાની રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તેઓ ઉનાળાના વેકેશન પછી અંતિમ આદેશ પસાર કરશે.
 
રાહુલના વકીલે આ દલીલ કરી હતી
રાહુલ ગાંધીના વકીલે 29 એપ્રિલના રોજ સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે જામીનપાત્ર અને નોન-કોગ્નિઝેબલ ગુના માટે મહત્તમ બે વર્ષની સજાનો અર્થ એ છે કે તેમના અસીલ તેમની લોકસભાની બેઠક ગુમાવશે.
 
રાહુલે શું કહ્યું હતુ ?
હકીકતમાં, 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન, કર્ણાટકના કોલારમાં એક રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, 'બધા ચોરોની અટક મોદી કેમ હોય છે?' જેને લઈને ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે રાહુલે પોતાની ટિપ્પણીથી સમગ્ર મોદી સમુદાયને બદનામ કર્યો છે. રાહુલ વિરુદ્ધ IPC કલમ 499 અને 500 (માનહાનિ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

laxmi mantra- લક્ષ્મી પ્રાપ્તિ મંત્ર, આ મંત્રના જાપ કરવાથી થશે ધન પ્રાપ્તિ અને સફળતા મળશે