Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Kheda Fire: ખેડામાં પ્લાસ્ટિક ફેક્ટરીમાં ભીષણ આગ, 8 ફાયર એન્જિન ઘટનાસ્થળે, કોઈ જાનહાનિ નહીં

Kheda Fire Plastic Factory
, સોમવાર, 29 મે 2023 (08:33 IST)
ખેડા જિલ્લાના ગોબલેજ ગામમાં સોમવારે સવારે એક પ્લાસ્ટિક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આગની જ્વાળાઓએ સમગ્ર ફેક્ટરીને લપેટમાં લીધી હતી. આગને કાબુમાં લેવા માટે આઠ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

ખેડા તાલુકાના ગોબલજ ગામની સીમમાં ફોર્મોસા સિંટેથીક્સ પ્રાઇવેટ લિમિટેડ નામની ફેકટરી આવેલી છે. આ ફેક્ટરીમાં સોમવારે વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. આ આગ એટલી વિકરાળ હતી કે, આગનો ધુમાડો પાંચ કિલોમીટર દૂરથી જોઈ શકાતો હતો. આગની જાણ ફાયરબ્રિગેડની ટીમને કરતાં નડિયાદ , ખેડા, બારેજા અસલાલી, ધોળકા અને અમદાવાદના ફાયર ફાઇટરની ટીમ બનાવ સ્થળે દોડી આવી પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો.

 આગ એટલી ભીષણ છે કે  આગ પર કાબુ મેળવવામાં ત્રણથી ચાર કલાકનો સમય લાગી શકે એમ છે તેવું ફાયર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. હાલ આગ લાગવાનું પ્રાથમિક અનુમાન શોર્ટસર્કિટ હોવાનુ જાણવા મળી રહ્યું છે. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઇ ન હતી. નડિયાદ ફાયર બ્રિગેડ 2 વૉટર બ્રાઉઝર, ખેડા , ધોળકા , બારેજાં , અસલાલી , અમદાવાદ સહિત કુલ 15 ફાયર ફાઇટર્સની ટીમ ઘટના સ્થળે આગ ઓલવવાનો પ્રયાસમાં લાગી છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

IPL 2023 Final: IPL ખિતાબ જીતનારી ટીમ થશે માલામાલ, દાવ પર લાગ્યા છે કરોડો રૂપિયા