Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત માટે ગૌરવ: રાજ્યની ૩૩ આરોગ્ય સંસ્થાઓને એન.ક્યુ.એ.એસ.નું પ્રમાણપત્ર એનાયત

ગુજરાત માટે ગૌરવ: રાજ્યની ૩૩ આરોગ્ય સંસ્થાઓને એન.ક્યુ.એ.એસ.નું પ્રમાણપત્ર એનાયત
, શનિવાર, 16 નવેમ્બર 2019 (11:30 IST)
ગુજરાતમાં દર્દીઓને ગુણવત્તાસભર અને નિયમિત સારવાર મળી રહે એ માટે રાજ્ય સરકારે સઘન પ્રયાસો હાથ ધર્યા છે જેની રાષ્ટ્રીય કક્ષાએ પણ નોંધ લેવાઇ છે. તાજેતરમાં રાજ્યની ૩૩ આરોગ્ય સંસ્થાઓને એન.ક્યુ.એ.એસ.ની ગાઇડ લાઇન મુજબ પ્રમાણપત્ર એનાયત કરાયું છે. રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના સીધા માર્ગદર્શન હેઠળ નાગરિકોને ગુણવત્તાલક્ષી સારવાર પૂરી પાડવા માટે આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરાયેલ કામગીરીની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઇ છે. જે ગુજરાત માટે ગૌરવરૂપ છે. રાજ્યમાં અત્યાર સુધી ૨૮ આરોગ્ય સંસ્થાઓને રાષ્ટ્રીય કક્ષાના માપદંડ સિદ્ધ કરવા બદલ કેન્દ્ર સરકાર દ્વારા પ્રમાણિત કરવામાં આવી છે. 
 
ડૉ.જયંતિ રવિએ જણાવ્યું હતું કે, ભારત સરકારની ગાઈડ લાઈન મુજબ એન. એચ. એસ. આર. સી., નવી દિલ્હી દ્વારા નેશનલ એકસ્ટર્નલ એસેસર મારફતે દર્દીઓને ગુણવત્તાસભર અને નિયમિત સારવાર મળી રહે તે માટે ગુણવત્તાસભર સેવાઓની જોગવાઇ, દર્દીઓના હકકો, ઇન્ફાસ્ટ્રકચરની જોગવાઇ, સહાયક સેવાઓ, ચિકિત્સકીય કાળજી, ચેપ અંગે નિયંત્રણ, ગુણવત્તાયુક્ત વ્યવસ્થાપન અને આઉટકમની ચકાસણી કરી ગુણાંક આપવામાં આવે છે. 
 
રાજયમાં 33 આરોગ્ય સંસ્થાઓને એન. કયુ. એ. એસ.ની ગાઇડ લાઇન મુજબ રાષ્ટ્રીય કક્ષાએથી પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. જેમાં રાજ્યની ૪ જિલ્લા હોસ્પિટલો, ર૬ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને 3 શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો સામેલ છે. કુલ ૩૩ આરોગ્ય સંસ્થાઓ પૈકી ૯ આરોગ્ય સંસ્થાઓએ ૯૦ ટકા ઉપર ગુણાંક પ્રાપ્ત કર્યા છે. શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-નોબલનગર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ૯૭.૮ ટકા ગુણાંક પ્રાપ્ત કર્યા છે. ગુજરાત રાજય દેશમાં નેશનલ કવોલીટી એસ્યોરન્સ પ્રોગ્રામ હેઠળ પ્રમાણપત્ર મેળવવામાં સાતમો ક્રમ ધરાવે છે . તેમણે ઉમેર્યુ કે તા.૧૪ નવેમ્બર ૨૦૧૯ના રોજ ગુજરાત રાજ્યની કુલ ૧૭ આરોગ્ય સંસ્થાઓને એક સાથે ભારત સરકાર દ્વારા એન.કયુ.એ.એસ. પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. 
 
ભારત સરકારની ગાઇડ લાઇન મુજબ દર્દીઓને ગુણવત્તાસભર અને નિયમિત સારવાર મળી રહે તે માટે લેબર રૂમ અને મેટરનીટી ઓપરેશન થીએટરમાં લક્ષ્યના ચેકલીસ્ટ મુજબ એસેસમેન્ટ તથા સેવાઓની ગુણવત્તા સુધારવા માટેનાં પગલા લેવામાં આવે છે. 
 
રાજયમાં અત્યાર સુધી કુલ-૨૮ આરોગ્ય સંસ્થાઓને રાષ્ટ્રીય કક્ષાના માપદંડ પ્રમાણે લક્ષ્ય અંગે ભારત સરકાર દ્વારા પ્રમાણિત કરવામાં આવી છે. જેમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર-બારડોલી જિલ્લો-સુરતને લક્ષ્યની ગાઇડલાઇન મુજબ લેબર રૂમ એસેસમેન્ટમાં ૯૭ ટકા અને મેટરનીટી ઓપરેશન થીએટર એસેસમેન્ટમાં ૯૯ ટકા પ્રાપ્ત કરી દેશમાં પ્રથમ સ્થાન મેળવવાનું ગૌરવ પ્રાપ્ત કર્યુ છે. ૨૮ આરોગ્ય સંસ્થાઓ પૈકી ૧૮ આરોગ્ય સંસ્થાઓના લેબર રૂમ અને ૧૩ આરોગ્ય સંસ્થાઓના મેટરનીટી ઓપરેશન થીએટરને ૯૦ ટકા ઉપર ગુણાંક પ્રાપ્ત થયા છે. લેબર રૂમ કવોલીટી ઇમ્પ્રુવમેન્ટ ઇનીશીએટીવ- લક્ષ્યની ગાઇડ લાઇન મુજબ દેશમાં સૌથી વધુ પ્રમાણિત સંસ્થાઓમાં ગુજરાત રાજય દ્વિતીય સ્થાન ધરાવે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બાળદિવસથી શરૂ થયેલ વાચન અભિયાન ૩ એપ્રિલ ર૦ર૦ સુધી પ્રાથમિક શાળાઓમાં ચાલશે