Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત સરકારે હાઉસીંગ બોર્ડના મકાનોમાં બાકી રકમ પર 100 ટકા પેનલ્ટી માફીની જાહેરાત કરી

cm bhupendra patel
, મંગળવાર, 21 નવેમ્બર 2023 (23:37 IST)
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કલીયરન્સ સેલની યોજનાઓમાં મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજના અન્‍વયે 31 માર્ચ 2024 સુધી 100 ટકા પેનલ્ટી માફી આપવાનો  નિર્ણય કર્યો છે. વધુ લાભાર્થીઓ લાભ મેળવી શકે તે હેતુથી ભૂપેન્દ્ર પટેલે બાકી હપ્તાની રકમ ભરપાઇ કર્યેથી 100 ટકા પેનલ્ટી માફી યોજના “મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજના” 31 માર્ચ 2024 સુધીના સમય માટે જાહેર કરી છે.મુખ્યમંત્રીના આ નિર્ણયથી ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ ક્લીયરન્સ સેલની જુની યોજનાઓમાં બાકી રહેતા લાભાર્થીઓના પરિવારજનોને પણ લાભ મળી શકશે.એટલું જ નહિ, સમય-મર્યાદામાં હપ્તા ભરપાઇ ન કરી શકનારા લાભાર્થીઓ માટે પણ વાર્ષિક 8 ટકા વ્યાજના દરે પેનલ્ટીની જોગવાઇને લીધે બાકી પેનલ્ટીના વ્યાજમાં પણ ઘટાડો કરવાનો નિર્ણય મુખ્યમંત્રીએ કર્યો છે.ભૂપેન્દ્ર પટેલના આ પ્રજાલક્ષી નિર્ણયથી ગુજરાત હાઉસીંગ બોર્ડને બાકી હપ્તાની વસુલાત થશે અને નવા આવાસોના આયોજન માટે આર્થિક વેગ મળશે. આ ઉપરાંત મકાન ધારકોને પેનલ્ટી માફી મળતાં હપ્તા પેટેની રકમ તેઓ ભરીને પોતાનો માલિકી દસ્તાવેજ કરાવી શકશે. આના પરિણામે હાઉસીંગ બોર્ડના જૂના મકાનોનું રિ-ડેવલપમેન્‍ટ પણ હાથ ધરી શકાશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન વિફર્યા, પક્ષનો નાનો કાર્યકર્તા મારી સામે જોઇને ગમે તેમ બકવાસ કરે છે