Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લોકડાઉનના નુકશાનની ભરપાઈ કરવા ગુજરાત સરકાર પેટ્રોલ અને ડીઝલ પર લગાવશે 7 થી 10 ટકાનો વેરો

લોકડાઉનના નુકશાનની ભરપાઈ કરવા ગુજરાત સરકાર પેટ્રોલ અને ડીઝલ પર લગાવશે 7 થી 10 ટકાનો વેરો
, શુક્રવાર, 12 જૂન 2020 (11:21 IST)
ગુજરાત સરકારને 60  દિવસ ના લોકડાઉન ને લઈ 2020-21માં કરવેરાની આવકમાં કુલ રૂ. 26,582 કરોડનું નુકસાન થવાનું હોય પૂર્વ કેન્દ્રીય નાણા સચિવ હસમુખ અઢિયાની આગેવાની હેઠળની નિષ્ણાત સમિતિએ ગુજરાત સરકારને સોંપેલા વચગાળાના રિપોર્ટમાં રૂ. 26,996 કરોડના વધારાના નાણાસ્ત્રોત ઊભા કરવા માટે કેવા પગલાં ભરી શકાય તેવો રસ્તો બતાવ્યો છે,
 
જેમાં પેટ્રોલ અને ડીઝલ ઉપર 7થી 10 ટકા વેરો વધારી રૂ. 4 હજાર કરોડની આવક વધારવા, સરકારી કર્મચારીઓને કેન્દ્ર સરકારના નિર્ણય મુજબ જૂન, 2021 સુધી મોંઘવારી ભથ્થું ચૂકવવાનું સ્થગિત કરી રૂ. 3400 કરોડ બચાવવા, રાજ્ય સરકારની કંપની જીએસએફએસમાં રોકાણાર્થે પડેલું રૂ.5  હજાર કરોડનું ભંડોળ પાછું ખેંચવા તેમજ બાંધકામ શ્રમિકોના વેલ્ફેર ફંડમાં પડેલા રૂ. 2800 કરોડ, જિલ્લા ખનિજ વિકાસ ફંડમાં પડેલા રૂ. 312 કરોડ તથા ‘કેમ્પા’ ફંડમાં પડેલા રૂ.1482 કરોડ મેળવવા ઉપરાંત બજેટની વિકાસલક્ષી યોજનાઓ તથા મૂડીગત કામો ચાલુ રાખી પણ સરકારમાં કરકસર કરી રૂ. 10 હજાર કરોડ બચાવવા રાજ્ય સરકારને ભલામણો કરી છે.
 
આ નિષ્ણાત સમિતિ દ્વારા કરવેરામાં જે કુલ રૂ. 26,582 કરોડનું નુકસાન બતાવાયું છે, તેની વિગતો માં કેન્દ્રીય કરવેરામાંથી હિસ્સારૂપે જે રૂ. 20,312 કરોડથી વધીને રૂ. 26,646 કરોડ મળવાની આશા હતી, તે રૂ. 6,414 કરોડનો વધારો મળવાની હવે કોઈ આશા દેખાતી નથી તેમજ કેન્દ્ર પુરસ્કૃત યોજનામાં અનુદાન-ગ્રાન્ટ જે રૂ. 14,313 કરોડ મળવાના હતા, તે હવે રૂ. 13.094 કરોડ મળશે, એટલે રૂ. 1,219 કરોડની ગ્રાન્ટ ઓછી મળશે. તેમ અહેવાલ માં જણાવાયુ છે. આમ હવે ડીઝલ અને પેટ્રોલ ના ભાવો વધતા તેની સીધી અસર જનતા ના બજેટ ઉપર પડી શકે છે કારણકે ડીઝલ ના ભાવો વધે તો પરિવહન ખર્ચ પણ વધે જેથી અનાજ,શાકભાજી વગેરે મોંઘું થઈ શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોરોનાના મામલામાં ભારત વિશ્વનો ચોથો સૌથી વધુ અસરગ્રસ્ત દેશ બ્રિટનને પાછળ છોડી ગયો