Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 4 April 2025
webdunia

ગુજરાતમાં કોરોના ટ્રેસિંગ બંધ કરી દેવાતા ઝડપથી ફેલાઈ રહ્યો છે

કોરોના વાયરસ
, ગુરુવાર, 11 જૂન 2020 (15:31 IST)
ગુજરાતમાં 80 દિવસ બાદ પણ કોરોના કાબુમાં આવવાને બદલે દિન પ્રતિદિન વધી રહ્યો છે છતાં સરકાર કોઈ ચોક્કસ નીતિ કે પ્લાનિંગ વિના આગળ વધી રહી હોય તેમ લાગે છે, છેલ્લા કેટલાય સમયથી ગુજરાત માં કોરોના ટેસ્ટિંગ અને ટ્રેસિંગના મામલે નબળી કામગીરી હોવાની કેન્દ્રની અનેક સૂચનાઓ છતાં આ કામગીરીમાં ઝડપ આવી નથી.  ગુજરાતમાં કોરોનાના ટેસ્ટિંગનો વિવાદ હાઇકોર્ટે સુધી પહોંચી ગયો છે. જેમાં ડોક્ટર્સના એસોસિયેશન જ સરકારની ટેસ્ટિંગ પદ્ધતિ સામે પડ્યું છે. છતાં રાજ્ય સ૨કા૨ તેની ટેસ્ટીંગ પોલિસીનો સતત બચાવ કરી ૨હી છે. તે સમયે સ૨કા૨ દ્વારા કોરોના પોઝિટિવ કેસ જે જાહે૨ થયા છે તેમાં કોન્ટેકટ ટ્રેસિંગમાં પણ ખૂબ જ ઢીલી નીતિ અપનાવતી હોવાનું બહાર આવ્યું છે.  સ૨કારે આક્રમણ ટ્રેસિંગ ક૨વાને બદલે અને કોરોનાની કડી પકડીને ત્યાંથી આગળ વધતા અટકાવવાને બદલે કોરોના પોઝિટિવ અન્ય વ્યક્તિને સંક્રમિત કરે તે પણ થવા દીધુ હોવાનું જણાયું છે.જેના લીધે કોરોના હવે ધીમે ધીમે આખા રાજ્યમાં ફેલાઈ રહ્યો છે. રાજ્યમાં કોરોનાના કેસ વધુ હોવા છતાં ટ્રેસિંગ સૌથી નીચું ગયું છે. રાજ્યમાં જો ટેસ્ટની સ્થિતિ જોઈએ તો ગુજરાત છેક 9મા ક્રમે આવે છે. રાજ્યમાં 6.79 કરોડની વસ્તીમાં 2,11,930 લોકોના ટેસ્ટ થયા છે. જે પ્રતિ હજારે 3.12 લોકોના ટેસ્ટ થયા હોવાનું જાણવા મળ્યું છે અને તેમાં 13 ટકા લોકો પોઝિટિવ જાહે૨ થયા છે. આમ રાજ્યમાં ટેસ્ટિંગનું પ્રમાણ નીચું હોવાથી કોરોના સંક્રમિત લોકો એક સ્થળેથી બીજા સ્થળે ફ૨તા ૨હે છે અને તે કોરોનાનું સંક્રમણ વધારે છે. આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ પ્રારંભમાં સંક્રમણને મહત્વ આપવામાં આવ્યું હતું, પરંતુ તબક્કાવા૨ તે ભુલાવી દેવાયુ છે. અમદાવાદ કે જ્યાં કેસની સંખ્યા સૌથી વધુ છે. ત્યાં ભુતકાળમાં પ્રતિ પોઝિટિવ કેસે છ વ્યક્તિઓના કોન્ટેક ટ્રેસિંગ કરાયા હતા જે પણ વિશ્વ આરોગ્ય સંસ્થાની ગાઈડલાઈનથી ઓછા છે અને હવે તે સંપૂર્ણ બંધ કરી દેવાયા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સમગ્ર દેશમાં અમદાવાદનો ડેથ રેટ ચિંતાજનક, દિલ્હીથી 4 ગણાં મોત થયાં