Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આજથી દ્વારકાધીશના દર્શન કરી શકાશે, ભક્તો આરતીમાં ભાગ લઇ શકશે

આજથી દ્વારકાધીશના દર્શન કરી શકાશે, ભક્તો આરતીમાં ભાગ લઇ શકશે
, સોમવાર, 14 સપ્ટેમ્બર 2020 (11:05 IST)
કોરોનાના કહેરને લઈને જાહેર કરાયેલા લોકડાઉનના કારણે મંદિરો બંધ કરાયા હતા. ત્યારબાદ અનલોક દ્વારા મંદિરો શરૂ કરવામાં આવ્યા હતા તહેવારોમાં વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાનમાં ફરી એકવાર મંદિરો બંધ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે શ્રદ્ધાળુઓ માટે ખુશીના સમાચાર છે કે આજથી જગતના નાથ દ્વારકાધીશ મંદિરના દ્વારા ફરી એકવાર ભક્તો માટે ખુલ્લા મુકવામાં આવશે. 
 
આજથી ભગવાન દ્વારકાધીશના આરતી સમયે ભક્તોને પ્રવેશ આપવામાં આવશે. યાત્રાધામ દ્વારકાધીશ જગત મંદિરમાં આજથી ઓનલાઈન દર્શન સુવિધા શરૂ કરાશે. દ્વારકામાં ભક્તોએ આજે વહેલી સવારે દ્વારકાધીશ મંદિરમાં મંગલા આરતીના દર્શનનો સ્થાનિકોએ તેમ જ યાત્રિકોએ લાભ લીધો છે. કલેક્ટર દ્વારા મિટિંગનું આયોજન કરી ઓચિંતો ભાવિકો માટે આ નિર્ણય લેવાયો છે.
 
લોકડાઉન બાદ પ્રથમ વખત ભક્તોએ ભગવાન દ્વારકાધીશની આરતીમાં પ્રવેશ મેળવી દર્શનનો લાભ લીધો છે. ભક્તોએ સોશિયલ ડિસ્ટન્સ સાથે મંગલા આરતીના દર્શન કર્યા છે. પરંતુ ભાવિકોએ દ્વારકાધીશની આરતી સમયે વધુ સમય અંદર ઉભા નહીં રહી શકે. ચાલુ આરતીમાં દર્શન કરી સોશિયલ ડિસ્ટન્સ જાળવી ભાવિકો બહાર નીકળતા રહેશે. કોરોના કાળ ચાલતો હોવાથી લોકોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્તપણે પાલન કરવું પડશે.
 
આજે દ્વારકા મંદિરમાં સવારે 6:30 થી 10:20 અને સાંજે 7:45 થી 8:30 વાગે આરતીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાંભક્તો પણ ભાગ લઇ શકશે. પરંતુ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે, યાત્રાધામ દ્વારકાધીશ જગત મંદિરમાં આજથી ઓન લાઈન દર્શન સુવિધા શરૂ કરાશે. દેવસ્થાન સમિતિ દ્વારા વેબસાઈડ અને યુ ટ્યુબ મારફત શ્રદ્ધાળુઓ માટે દ્વારકાધીશના દર્શન કરી શકશે. Dwarkadhish.org ઉપર લાઈવ દર્શન કરી શકાશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોરોના સંક્રમણ વચ્ચે વિદ્યાર્થીઓને આપી નીટ, પેપર સરળ હોવાથી વિદ્યાર્થીઓ ખુશ