Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નહી ઉજવાય કૃષ્ણનો 'જન્મ દિવસ', જન્માષ્ટમીના દિવસે દ્વારકાધીશ મંદિર રહેશે બંધ

નહી ઉજવાય કૃષ્ણનો 'જન્મ દિવસ', જન્માષ્ટમીના દિવસે દ્વારકાધીશ મંદિર રહેશે બંધ
, શુક્રવાર, 7 ઑગસ્ટ 2020 (11:18 IST)
કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખતાં સ્થાનિક દ્વારાકા વહિવટી તંત્રએ નિર્ણય કર્યો છે કે ગુજરાતના પ્રસિદ્ધ જગત મંદિર જે દ્વારકાધીશ મંદિરના રૂપમાં ઓળખવામાં આવે છે, તે આગામી 10 થી 14 ઓગસ્ટ સુધી બંધ રહેશે. 11 ઓગસ્ટે જન્માષ્ટમી છે. 
 
તમને જણાવી દઇએ કે કૃષ્ણ જન્મોત્સવને હવે ફક્ત એક અઠવાડિયાન સમય બાકી છે. એવામાં વહિવટીતંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવતાં ભક્ત દ્વારકાધીના દર્શન નહી કરી શકે. દર વર્ષે હાજરોની સંખ્યામાં શ્રદ્ધાળુ જન્માષ્ટમીની રાત્રે દ્વારકાધીશના દર્શન કરવા ઉમટી પડે છે. જોકે વહિવટીતંત્રએ ઓનલાઇન દર્શનની વ્યવસ્થા કરી છે અને ભક્તોને તેનાથી સંતોષ માનવો પડશે. 
 
ઉલ્લેખનીય છે કે દેવભૂમિ દ્વારાકામાં સ્થિત દ્વારકાધીશનું આ મંદિર ગુજરાતના પ્રાચીન મંદિરોમાંથી એક છે. આ મંદિર ભગવાન કૃષણે સમર્પિત છે. આ ગોમતી નદી પર સ્થિત છે, જે પછી અરબ સાગરમાં વિલિન થઇ જાય છે. કહેવામાં આવે છે કે મૂળ મંદિર ભગવાન કૃષ્ણ પોતે વજ્રનાભાએ બનાવ્યું હતું, જે કૃષ્ણના નિવાસ ઉપર હતું. સન 1472માં મહેમૂદ બેગડાએ આ મંદિરને ધ્વસ્ત કરી દીધું અને ત્યારબાદ 15-16 શતાબ્દીમાં આ મંદિરનું પુનર્નિર્માણ કરાવવામાં આવ્યું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Coronavirus- દેશમાં, ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 2 મિલિયનને વટાવી ગઈ છે, છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 62537 નવા કેસ નોંધાયા છે