Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતે કોરોના પર મેળવ્યો કાબૂ, અમદાવાદમાં હજારની નીચે કેસ, જાણો રાજ્યમાં કેટલા નોંધાયા કેસ

ગુજરાતે કોરોના પર મેળવ્યો કાબૂ, અમદાવાદમાં હજારની નીચે કેસ, જાણો રાજ્યમાં કેટલા નોંધાયા કેસ
, મંગળવાર, 8 ફેબ્રુઆરી 2022 (20:09 IST)
રાજ્યમાં ફરી એકવાર દિવસે ને દિવસે સતત કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં મોટાપાયે ચલાવવામાં આવેલા રસીકરણ અભિયાનના લીધે કોરોનાની ત્રીજી લહેર ઓછી અસરકારક રહી છે. આજે ફરી એકવાર રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. આજે કોરોનાના નવા 2502 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ આજે 7487 દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ 11,61,305 દર્દીઓ રિકવર થયા હતા. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 96.23 ટકાએ પહોંચ્યો હતો. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજે કુલ 3,25,892 રસીના ડોઝ અપાયા હતા. 
 
28 વ્યક્તિના મોત
જો એકટિવ કેસની વાત કરવામાં આવે તો કુલ 33631 એક્ટિવ છે. જે પૈકી 199 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 33432 સ્ટેબલ છે. બીજી તરફ 1161305 દર્દીઓ રિકવર થઇ ચુક્યાં છે. કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ 10716 દર્દીઓનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 28 નાગરિકોનાં મોત થયા છે. 
 
રાજ્યમાં કોરોના કેસની વિગત
આજે રાજ્યના ચાર મહાનગરો સહિત ગુજરાતના જિલ્લામાં કુલ 2502 કેસ નોંધાયા હતા. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 874, વડોદરા કોર્પોરેશનમાં 404, રાજકોટ કોર્પોરેશનમાં 118, ગાંધીનગર કોર્પોરેશનમાં 94, સુરતમાં કોર્પોરેશનમાં 87, ભાવનગર કોર્પોરેશન 28, જામનગર કોર્પોરેશન 12, જુનાગઢ કોર્પોરેશન 1, વડોદરા 142, બનાસકાંઠા 92, સુરત 68, કચ્છ 61, રાજકોટ 55, ખેડા 54, પાટણ 51, મહેસાણા 48, આણંદ 31, ગાંધીનગર 30, ભરૂચ, સાબરકાંઠા 24, અરવલ્લી 22, મોરબી નવસારી 21, અમદાવાદ 20, પંચમહાલ 19,વલસાડ 16, અમરેલી 12, ડાંગ 9, તાપી 8, જામનગર, નર્મદા, પોરબંદર, સુરેંદર નગર 7, દાહોદ 6, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ 5, ભાવનગર, છોટા ઉદેપુર, જુનાગઢ 4, બોટાદ, મહિસાગરમાં 1 કેસ નોધાયો હતો. 
 
રસીકરણ અભિયાન
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે.હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 20 ને પ્રથમ અને 18374 ને બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 4263 ને પ્રથમ અને 66797 ને બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 19043 ને પ્રથમ અને 55587 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-18 વર્ષના તરૂણો પૈકી 16505 ને પ્રથમ અને 106323 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 38980 ને પ્રિકોર્શન ડોઝ અપાયા હતા. આ પ્રકારે કુલ 325892 કુલ રસીના ડોઝ આજના દિવસમાં અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 100206717 રસીના ડોઝ અપાયા હતા. 
 
કોવિડ વેક્સિનેશન ક્ષેત્રે  ગુજરાતની આગવી સિદ્ધિ
ગુજરાતમાં કોરોના વેક્સિનેશનનો પ્રારંભ સમગ્ર દેશ સાથે તા. ૧૬ મી જાન્યુઆરી-ર૦ર૧થી કરવામાં આવ્યો હતો. તા.૩૧ જાન્યુઆરી-ર૦ર૧થી ફ્રંટલાઇન વર્કર્સનું રસીકરણ શરૂ કરનારૂં ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય બન્યું હતું.રાજ્ય સરકારે આ વેક્સિનેશન અભિયાનને ઝૂંબેશના સ્વરૂપમાં ઉપાડીને સ્પેશ્યલ સેશન, શાળા-કોલેજો શૈક્ષણિક સંસ્થાઓમાં ખાસ કેમ્પ, વૃદ્ધો અને અન્ય ગંભીર બિમારી ધરાવતા લોકોને નિયર ટુ હોમ સ્ટ્રેટેજી થકી પ્રાયોરિટી ધોરણે વેક્સિનેશન સહિત ‘હર ઘર દસ્તક’ અભિયાનથી રાજ્યભરમાં રસીકરણથી બહુધા લોકો રક્ષિત થઇ જાય તેની સતત કાળજી લીધી હતી.
 
આ સઘન ઝૂંબેશ અને જનજાગૃતિના પ્રયાસો વેગવંતા બનાવી ગુજરાતમાં ૧૮ વર્ષથી વધુ વયના ૪ કરોડ ૮૭ લાખ ૧૧,૬૮૧ એટલે કે ૯૮.૮ ટકા લાભાર્થીને પહેલો ડોઝ, ૪ કરોડ પ૯ લાખ ૩૬ હજાર ૪૮૧ એટલે કે પાત્રતા પ્રાપ્ત વયજૂથના ૯પ.૭ ટકાને બીજો ડોઝ આપી દેવાયો છે. એટલું જ નહિ, તા. ૩ જાન્યુઆરી-ર૦રરથી ૧પ થી ૧૮ વર્ષની વયજૂથના બાળકોને કોવિડ વેક્સિન આપવાની કામગીરી શરૂ કરીને પાત્રતા ધરાવતા ૩પ.પ૦ લાખ બાળકોમાંથી ૭૯.૯ ટકા એટલે કે ર૮,૪૪,૪૯૬ને પહેલો ડોઝ અને પર.ર ટકા એટલે કે ૧૦,૧૦,ર૬૭ને બીજો ડોઝ આપીને સુરક્ષિત કરવામાં આવ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Ahmedabad Titans ની નજર Suresh Raina પર, લીલામી દરમિયાન અમદાવાદ ફ્રેંચાઈજી લગાવશે બોલી