Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Ahmedabad Titans ની નજર Suresh Raina પર, લીલામી દરમિયાન અમદાવાદ ફ્રેંચાઈજી લગાવશે બોલી

Ahmedabad Titans ની નજર  Suresh Raina પર, લીલામી દરમિયાન અમદાવાદ ફ્રેંચાઈજી લગાવશે બોલી
, મંગળવાર, 8 ફેબ્રુઆરી 2022 (18:40 IST)
IPLની નવી ટીમ Ahmedabad Titans ની નજર હવે Suresh Raina પર ટકી છે.  12 અને 13 ફેબ્રુઆરીના રોજ મેગા ઓક્શન થશે. આ ઓક્શનમાં અનેક મોટા ખેલાડીઓ પર દાવ લગાવવા તૈયાર છે. અમદાવાદ ટાઈટંસની ટીમે હાર્દિક પંડ્યા, રાશિદ ખાન અને શુભમન ગિલને સામેલ કર્યા છે. હવે એવા સમાચાર છે કે નીલામીમાં અમદાવાદ ફ્રેંચાઈજી સુરેશ રૈના પર દાવ લગાવશે. રૈનાન એ આ વખતે ચેન્નઈ રિટેન કર્યો નથી. 
અમદાવાદ ટાઇટન્સે હાર્દિક પંડ્યાની કેપ્ટન તરીકે નિમણૂક કરી છે. પંડ્યા ઈજાના કારણે છેલ્લા કેટલાક સમયથી ભારતીય ટીમની બહાર છે, જો તે આઈપીએલની શરૂઆત સુધી ફિટ નહીં રહે તો ટીમ માટે મુશ્કેલ બની જશે. તેથી જ ફ્રેન્ચાઈઝી ઈચ્છે છે કે સુરેશ રૈના તેમની સાથે જોડાય. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રૈનાને હરાજીમાં ખરીદવા માંગે છે જેથી કરીને જો પંડ્યા કેપ્ટનશિપ માટે યોગ્ય ન હોય તો રૈનાને ટીમનો કેપ્ટન બનાવી શકાય.
 
IPL માં સુરેશ રૈનાનુ અત્યાર સુધીનુ પ્રદર્શન 
 
 
અમદાવાદ રૈનાને પણ સામેલ કરીને  IPLમાં તેમના અનુભવનો ઉપયોગ કરવા માંગે છે. IPLમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં રૈના ત્રીજા નંબર પર છે. તેણે આઈપીએલમાં અત્યાર સુધી 205 મેચોમાં 32.51ની એવરેજ અને 136.76ની સ્ટ્રાઈક રેટથી 5528 રન બનાવ્યા છે. તેના નામે એક સદી અને 39 અડધી સદી છે. આ દરમિયાન તેણે અત્યાર સુધીમાં 506 ફોર અને 203 સિક્સર ફટકારી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અરુણાચલમાં જવાનોની હિમ સમાધિ : કામેંગ સેક્ટરમાં 7 જવાનોના શબ જપ્ત, બે દિવસ પહેલા હિમસ્ખલનમાં ફસાયા હતા