Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત કોંગ્રેસમાં નવા અધ્યક્ષ તથા વિરોધપક્ષના નામો પર ચર્ચા શરૂ, હાર્દિક પટેલ પણ કતારમાં

ગુજરાત કોંગ્રેસમાં નવા અધ્યક્ષ તથા વિરોધપક્ષના નામો પર ચર્ચા શરૂ, હાર્દિક પટેલ પણ કતારમાં
, શુક્રવાર, 18 ડિસેમ્બર 2020 (10:02 IST)
ગુજરાત કોંગ્રેસના નેતૃત્વ એટલે કે બે મોટા પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીની જગ્યાએ પાર્ટી બીજા ચહેરાઓને તક આપી શકે છે. આ બંને નેતાઓએ તાજેતરમાં થયેલી વિધાનસભાની પેટાચૂંટણીમાં 8 સીટો પર મળેલી હારની જવાબદારી લેતાં રાજીનામું આપી દીધું છે. પેટાચૂંટણીમાં તમામ 8 સીટો પર ભાજપને જીત મળી હતી. 
 
રાજીનામા પર હાઇકમાન્ડ અંતિમ નિર્ણય લઇ શકી નથી, પરંતુ ત્યારબાદથી જ પ્રદેશ અધ્યક્ષની શોધખોળ શરૂ થઇ ગઇ હતી. નવા નામોમાં ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયા અને જગદીશ ઠાકોરના નામ ચર્ચામાં છે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત કોંગ્રેસ માટે મુસિબતનો પહાડ ઉભો થઇ ગયો છે. રાજ્યસભાની ચૂંટણીમાં પહેલાં આઠ ધારાસભ્યો પાર્ટીને અલવિદા કહી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ ચૂક્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ પેટાચૂંટણીમાં કોંગ્રેસ એક પણ સીટ જીતી શકી ન હતી. આગામી કોર્પોરેશનની ચૂંટણીને લઇને ભાજપ તૈયારીઓમાં લાગી ગઇ છે. તો બીજી તરફ કોંગ્રેસની ચિંતા વધતી જાય છે. એવામાં સંકટ સમયે કોંગ્રેસ નવા અધ્યક્ષ સામે મોટો પડકાર ઉભો થયો છે કે પહેલાં તે સંગઠનને ઉભું કરે અથવા ચૂંટણીની જંગમાં ફતેહ કરે. 
 
ગુજરાત પેટાચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ જ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા અને વિધાનસભામાં વિરોધપક્ષના નેતાની જવાબદારી સંભાળે રહેલા પરેશ ધાનાણીએ રાજીનામું આપવાનું મન બનાવી લીધું છે. બંનેએ રાજ્યના પાર્ટી પ્રભારી રાજીવ સાતવને પોતાનું રાજીનામું આપી દીધું હતું.  
 
નવેમ્બર મહિનામાં આઠ સીટો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામ આવતાં જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિત ચાવડાએ હારની જવાબદારી લેતાં રાજીનામાની ઓફર કરી દીધી હતી, જ્યારે તે પહેલાં પેટાચૂંટણીમાં કોંગ્રેસે છ સીટોમાંથી ત્રણ પર વિજય પ્રાપ્ત કરી હતી

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમેરિકામાં ભારે બરફવર્ષા, કોરોના રસીકરણ અભિયાનને અસર થઈ શકે છે