Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

20 લાખ લોકોને મળશે રોજગારી, વડનગરમાં બનશે સ્પોર્ટ્સ હોસ્ટેલ

20 લાખ લોકોને મળશે રોજગારી, વડનગરમાં બનશે સ્પોર્ટ્સ હોસ્ટેલ
, બુધવાર, 3 માર્ચ 2021 (17:01 IST)
રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ (Nitin Patel) આજે વિધાનસભામાં ગુજરાત રાજ્યનું 2021-22 નું અંદાજપત્ર રજૂ કર્યું હતું. જેમાં ઘણી મહત્વની જાહેરાતો કરવામાં આવી હતી. બજેટમાં કોઈ જ પ્રકારના વેરા વધારાની જાહેરાત કરાઈ નથી. ગુજરાતનું અત્યાર સુધીનું આ સૌથી મોટુ બજેટ છે. નાણામંત્રી નીતિન પટેલે રૂ.2,27,029 કરોડનું બજેટ રજૂ કર્યું છે. 
 
નાણામંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, પીએમ ના વતન વડનગર ખાતે રૂ. 13 કરોડના ખર્ચે એથ્લેટીક ટ્રેક અને સ્પોર્ટ્સ હોસ્ટેલ બનાવાશે. રાજ્ય સરકારના બજેટમાં ધારાસભ્યો માટે નવા નિવાસસ્થાન બનાવવા માટેની જાહેરાત કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે નવા સદસ્ય નિવાસસ્થાન બનાવવામાં આવશે. તો ઐતિહાસિક મહત્વ ધરાવતીરાજ્ય ની જૂની શાળાઓ માટે હેરિટેજ સ્કૂલ તરીકે નવની કરણ કરવા માટે 25 કરોડની તો કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશતા વિદ્યાર્થી ઓને ટેબ્લેટ આપવા માટે 200 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.  રાજ્યની 3400 શાળાઓમાં જરૂરી તમામ સુવિધાઓ વિકસાવવા માટે પાંચ વર્ષ માટે 1207 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 
 
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને નાણા પ્રધાન નીતિન પટેલે બજેટ દરમ્યાન સરકારી નોકરીમાં બે લાખ યુવાઓની ભરતીનો દાવો કર્યો છે. નીતિન પટેલે જણાવ્યુ હતુ કે, આગામી પાંચ વર્ષમાં મેન્યુફેક્ચરીંગ, ફાર્મા, એનર્જી, એન્જીનયરિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આઈટી, પ્રવાસન, બેન્કિંગ સહિતના વિવિધ ક્ષેત્રોમાં યુવાઓ માટે 20 લાખ રોજગારીની તકો ઉભી કરવામાં આવશે. રાજ્યમાં વિવિધ પ્રકારની રોજગારીની વ્યાપક તકો ઉપલ્બધ થાય તે માટે સરકાર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે. સરકાર વેપાર, ઉદ્યોગ, ખેતી અને પશુપાલનને પ્રોત્સાહન આપવાની સાથે રોજગારીની પૂરી તક મળે તે માટે કામ કરી રહી છે.
 
અન્ન નાગરિક સુરક્ષા કાયદા હેઠળ 71 લાખ પરિવારોને આવરી લેવાશે. અત્યાર સુધી 35 લાખ પરિવારોને આવરી લેવાયા હતા. દિવાળી અને જન્માષ્ટમી નિમિત્તે આ ગરીબ પરિવારોને એક-એક લીટર કપાસિયા તેલ અપાશે. જે માટે 70 કરોડની જોગવાઈ કરાઈ. રાજ્યમાં ગેસ સિલિન્ડર વગરના 3.12 લાખ લાભાર્થીઓને PNG કે LPG કનેક્શન આપવા રૂ 50 કરોડની જોગવાઈ.
 
ગુજરાતના શિક્ષણ વિભાગ માટે 32,719 કરોડની જોગવાઈ કરાઈ છે. જે અંતર્ગત 3400 શાળાઓમાં સુવિધાઓ વિકસાવવા 1207 કરોડની જોગવાઈ કરાઈ છે. ધો.1થી 8ના બાળકોને મધ્યાહન ભોજન માટે 1,044 કરોડની જોગવાઈ કરાઈ છે. તો RTE હેઠળ ખાનગી શાળાઓમાં પ્રવેશ માટે 567 કરોડની ફાળવણી કરાઈ છે. વિદ્યાર્થીઓને ST બસ ફી પાસ કન્સેશન માટે 205 કરોડની જોગવાઈ કરી દેવાઈ છે. આ અંતર્ગત ગામડાના વિદ્યાર્થીઓને ખાસ લાભ પહોંચાડવામાં આવશે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Covid 19 દેશમાં 24 કલાક દરમિયાન કોરોનાના સક્રિય કેસોમાં વધારો થયો, જેમાં 98 લોકોનાં મોત થયાં