Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Drugs Seized- દ્રારકા બન્યું ડ્રગ્સનું દ્રાર, 120 કરોડનો ડ્રગ્સનો જથ્થો જપ્ત

Drugs Seized- દ્રારકા બન્યું ડ્રગ્સનું દ્રાર, 120 કરોડનો ડ્રગ્સનો જથ્થો જપ્ત
, ગુરુવાર, 18 નવેમ્બર 2021 (08:55 IST)
મોરબી તાલુકાના ઝીઝુંડા ગામેથી 120 કિલો ડ્રગ્સ સાથે પકડાયેલા ત્રણ આરોપીની ધરપકડ બાદ હવે બુધવારે દ્વારકાના જામકલ્યાણપુરના નાવદ્રા ગામે રહેતા અનવર ઉર્ફે અનુ પટેલીયા ઘરે રેડ પાડવામાં આવતાં તેની પાસેથી 24 કિલો હેરોઇન મળી આવ્યું હતું. જેની બજાર કિંમત આશરે 120 કરોડ રૂપિયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. 
 
ગુજરાત એટીએસ દ્વારા હાલમાં જ મોરબીના ઝીંઝુડામાંથી પકડેલા 120 કિલો હેરોઇન કેસમાં વધારે તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવે છે. રાજસ્થાન અને જોડિયામાંથી પોલીસે વધુ 3 આરોપીઓની ધરપકડ કરી 24 કિલો વધારે હેરોઇન જપ્ત કર્યું છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ઝુંઝુડા કેસમાં ઝડપાયેલા 3 આરોપીઓ 12 દિવસના પોલીસ રિમાન્ડ પર છે ત્યારે ડ્રગ્સ સિન્ડિકેટ પાકિસ્તાનથી ઓપરેટ થઇ રહી હોવાનું પણ સામે આવ્યું છે. 
 
દેવભૂમિ દ્રારકાના સલાયાથી ઝીંઝુડા પહોંચાડવામાં આવેલા 600 કરોડ રૂપિયાના ડ્રગ્સના જથ્થાને આરોપી પંજાબ મોકલવાના હતા. ત્યારબાદ પોલીસે પંજાબના 5 ડ્રગ્સ માફિયાઓની ધરપકડ કરવની જાણકરી એટીએસના સૂત્રોને આપી હતી. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી 600 કરોડના ડ્રગ્સ કાંડમાં ડ્રગ્સના વેપારી ઝીંઝુડા સુધી કેવી રીતે પહોંચા. મૂળ બાબરા તાલુકાના મીયા ઝીજડિયા ગામના નિવાસી અને હાલમાં મોરબી તાલુકાના ઝીઝુંડામાં રહેનાર સમસુદ્દીન હુસૈનમિયા સૈયદના ઘરે એટીએસની ટીમે રેડ પાડી હતી. જ્યાંથી એટીએસની ટીમ જામનગર જિલ્લાના મુખ્તાર હુસૈન ઉર્ફે બબ્બાર હાઝી નૂર મોહમંદ રાવ અને તેની સાથે સલાયાના નિવાસી ગુલામ હુસૈન ઉમરની ધરપકડ કરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ચોકાંવનારી ઘટના, સગર્ભાનું હૃદય ફાટી જવાથી મોત