Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદના બગીચામાં નમાજ અદા કરી તો VHP એ કરાવ્યું શુદ્ધિકરણ, મંત્રોના જાપ કરી છાંટ્યું ગંગાજળ

અમદાવાદના બગીચામાં નમાજ અદા કરી તો  VHP એ કરાવ્યું શુદ્ધિકરણ, મંત્રોના જાપ કરી છાંટ્યું ગંગાજળ
, બુધવાર, 17 નવેમ્બર 2021 (10:17 IST)
અમદાવાદમાં એક આશ્વર્યજનક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક લેકને અડીને આવેલા પાર્કમાં મુસ્લિમ સમુદાયના લોકોએ નમાજ અદા કરી હતી. જે અંગે વિશ્વ હિંદુ પરિષદના લોકોને ખબર પડતાં મંત્રોનો જાપ કરી 'ગંગાજળ' છાંટ્યું હતું તે જગ્યાનું 'શુદ્ધિકરણ અનુષ્ઠાન' કર્યું. તો બીજી તરફ પોલીસનું કહેવું છે કે તેને લઇને કોઇ ફરિયાદ મળી નથી.  
 
જોકે VHP ના સભ્યોએ અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં લેકને અડીને આવેલા પાર્કમાં ત્યારે 'શુદ્ધિકરણ અનુષ્ઠાન' કર્યું જ્યારે સંગઠનને ખબર પડી કે મુસ્લિમ સમુદાયના કેટલાક લોકોએ ત્યાં નમાજ અદા કરી હતી. વિહિપના એક પદાધિકારીએ આ દાવો કરો. વસ્ત્રાપુર પોલીસના સંદીપ ખંભલાએ કહ્યું કે આ અંગે કોઇ ફરિયાદ નોંધાવવામાં આવી નથી અને સોમવારે થયેલા 'શુદ્ધિકરણ'ની ઘટના પર કોઇએ તેમનો સંપર્ક કર્યો નથી. 
 
જોકે થોડા દિવસો પહેલાં ચાર મુસ્લિમ પુરૂષો અને બુરખા પહેરીને બે મહિલાઓએ વસ્ત્રાપુર લેક પાસે બગીચામાં નમાજ અદા કરવાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો. એવું લાગે છે કે આ વીડિયો લેક પાસે એક બહુમાળી બિલ્ડીંગ પરથી બનાવવામાં આવો છે. તો બીજી તરફ વિહિપ ગુજરાતના સચિવ અશોક રાવલે કહ્યું 'સોમવારની સાંજે વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તા તે જગ્યાને 'શુદ્ધ' કરવા માટે પાર્કમાં પહોંચ્યા. તેમણે મંત્રોના જાપ કર્યા અને 'ગાંગાજળ' છાંટ્યું. 
 
સચિવ અશોક રાવલે આગળ કહ્યું કે આ જનતામાં જાગૃતતા પેદા કરવા માટે કરવામાં આવ્યું. જોવા મળ્યું છે કે નમાજ બાદ લોકો જમીન પર દાવા કરે છે. પોલીસનું કહેવું છે કે અત્યાર સુધી કોઇ ફરિયાદ મળી નથી. જો કોઇ ફરિયાદ મળશે તો કેસની તપાસ કરવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં પ્રેમી યુવકના લગ્ન કરવાનો ઇન્કાર કરતાં મામા મામીને પાડોશમાં રહેતા ચાર શખ્સોએ ફટકાર્યા, મકાન પર પથ્થરમારો કર્યો