Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત એટીએસને સૌથી મોટી સફળતા મળીઃ વડોદરાથી એક isisનો આંતકી ઝડપાયો

ગુજરાત એટીએસને સૌથી મોટી સફળતા મળીઃ વડોદરાથી એક isisનો આંતકી ઝડપાયો
, શુક્રવાર, 10 જાન્યુઆરી 2020 (10:48 IST)
ગુજરાત એટીએસને સૌથી મોટી સફળતા હાથ લાગી છે. વડોદરાના ગોરવા વિસ્તારમાંથી એક આઈએસઆઈએસના આંતકીને ઝડપાયો છે. ગુજરાત એટીએસએ ગોરવા વિસ્તારમાંથી ઝફર અલી નામના આઈએસઆઈએસના આતંકીને ઝડપીને ફરી એકવખત ગુજરાતને બચાવ્યું છે. હાલ એવી માહિતી સામે આવી રહી છે કે, આઈએસઆઈએસના આતંકી ઝફર અલી મૂળ તમિલનાડુનો રહેવાસી હતો અને તે ગુજરાતમાં ટેરર મોડલ ઉભું કરવા આવ્યો હતો. પરંતુ સદ્દનસીબે ગુજરાત એટીએસએ દબોચી લીધો હતો. આઈએસઆઈએસના આતંકી ઝફર અલી વિશે એવી માહિતી મળી રહી છે કે, ત્રાસવાદીઓ અગાઉ તમિલનાડુના એક કેસમાં મોસ્ટ વોન્ટેડ જાહેર થયેલો છે અને તેના બેંગાલુરુમાંથી મોટા હથિયારો ઝડપાયા હતા. જેમાં 3 પિસ્ટલ અને 90 રાઉન્ડ મળ્યા હતા. 
ગુજરાત એટીએસને માહિતી મળી હતી કે આઈએસઆઈએસના આતંકી ઝફર અલી ભરૂચમાં પણ કેટલીક ગેરકાયદેસર ગતિવિધિ કરી રહ્યો હતો. 26મી જાન્યુઆરી નજીક આવી રહી છે, ત્યારે દેશ સહિત રાજ્યમાં ત્રાસવાદીઓઓ મોટા હુમલાઓ કરવાની ફિરાકમાં દેખાઈ રહ્યા છે. પરંતુ ગુજરાત એટીએસએ આજે સૌથી મોટું ઓપરેશન પાર પાડીને દેશ સહિત ગુજરાતને બચાવ્યું છે. બીજી બાજુ દિલ્હીમાં ગણતંત્ર દિવસના પ્રસંગે મોટા હુમલાની ફિરાકમાં રહેલા આઈએસઆઈએસના ત્રણ ત્રાસવાદીઓઓની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. 
આ કાર્યવાહી પોલીસની સ્પેશ્યિલ સેલે કરી છે. જાણકારી પ્રમાણે એક અથડામણ પછી ત્રણેયને પકડવામાં આવ્યા છે. ત્રણેય આઈએસઆઈએસના એક ટેરર મોડ્યૂલ સાથે સંબંધ ધરાવે છે. કહેવામાં આવી રહ્યું છે કે 26 જાન્યુઆરીને લઈને મોટા હુમલાનું પ્લાનિંગ કરી રહ્યા હતા. આ સંબંધમાં દિલ્હી પોલીસને ગુપ્ત વિભાગથી જાણકારી મળી હતી. આ પછી રાજધાનીમાં સુરક્ષા ચુસ્ત કરી દેવામાં આવી હતી. આ પછી બાતમીદારની સૂચના પર સ્પેશ્યલ સેલે કાર્યવાહી કરતા ત્રણેયને ઘેરી લીધા હતા. અથડામણ પછી ધરપકડ કરવામાં આવી હતી.
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતનું બજેટ 24 ફેબ્રુઆરીએ થશે રજૂ : સરકારને ઘેરવા કોંગ્રેસ સજ્જ