Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતનું બજેટ 24 ફેબ્રુઆરીએ થશે રજૂ : સરકારને ઘેરવા કોંગ્રેસ સજ્જ

ગુજરાતનું બજેટ 24 ફેબ્રુઆરીએ થશે રજૂ : સરકારને ઘેરવા કોંગ્રેસ સજ્જ
, ગુરુવાર, 9 જાન્યુઆરી 2020 (17:08 IST)
ગુજરાત રાજયનું વર્ષ 2020-2021નું અંદાજપત્ર 24 ફેબ્રુઆરીએ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે. વિધાનસભાનું બજેટ સત્ર 40 દિવસ ચાલશે. 24 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધી ચાલનારા બજેટ સત્રમાં 27 વખત બેઠકો મળશે તેવું વિધાનસભા કામકાજ સમિતિએ જણાવ્યું હતું. આગામી 24મી ફેબ્રુઆરી થી ગુજરાત સરકારનું બજેટ સત્ર મળી રહ્યું છે જે 31 માર્ચ સુધી ચાલશે ચાલીસ દિવસ સુધી ચાલનારા વિધાનસભા બજેટ સત્રમાં અલગ-અલગ માગણીઓ ઉપર ચર્ચા સુધારા વિધેયક ઓ તેમજ પૂરક માગણી અને નવા કાયદાઓ ઉપર બંને પક્ષે મંથન કરવામાં આવશે જોકે બજેટસત્ર દરમિયાન વિપક્ષ કોંગ્રેસ પર આક્રમક બનશે અને પાક વીમા બેરોજગારી દલિત અત્યાચાર તેમજ વિદ્યાર્થીઓના મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયત્ન કરશે. 24મી ફેબ્રુઆરી ના રોજ મજદાર વિધાનસભા સત્ર ની માહિતી આપતા ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ સત્રમાં અલગ-અલગ ત્રણ બેઠકો તબક્કાવાર મળશે જ્યારે ચર્ચા માટે ચાર બેઠકો માગણીઓ પરની ચર્ચા માટે બાર બેઠકો સરકારી વિધેયકો માટે ચાર બેઠકો મળશે આ ઉપરાંત પૂરક માગણીઓ અને નવા કાયદા તેમજ નવા સુધારા વિધેયક તો પણ ગૃહમાં લાવવામાં આવશે જ્યારે પ્રશ્નકાળ તેના નિયમિત સમય મુજબ રહેશે વિધાનસભા માં કુલ 25 દિવસ સુધી ગૃહની કાર્યવાહી કરવામાં આવશે. જેમાં 27 અલગ બેઠકો કરવામાં આવશે.એક પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું હતું કે દરેક વિભાગના કાયદાના સળી કરણ માટેની પ્રક્રિયા જે તે વિભાગો દ્વારા હાલ અંતિમ તબક્કામાં છે જે પૂર્ણ થાય વિધાનસભાના સત્ર દરમિયાન રજૂ કરવામાં આવશે તેવી સ્પષ્ટતા પણ કરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કચ્છ રણોત્સવના ટેન્ટ સિટીમાં આગ લાગી, વિદેશી મુસાફરોનો સામાન બળી ગયો