Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Bharuch News- ભરૂચમાં દહેજ બાયપાસ રોડ પર બસની અડફેટે એકનું મોત, લોકો વીફર્યા બસને આંગ ચાંપી, પોલીસ બંદોબસ્ત

Bharuch News- ભરૂચમાં દહેજ બાયપાસ રોડ પર બસની અડફેટે એકનું મોત, લોકો વીફર્યા બસને આંગ ચાંપી, પોલીસ બંદોબસ્ત
, મંગળવાર, 1 ફેબ્રુઆરી 2022 (18:31 IST)
ગુજરાતના ભરૂચ શહેરમાં બસ નીચે આવી જતાં એક વૃદ્ધનું મોત થયું હતું. આ પછી રોષે ભરાયેલા ટોળાએ એક કંપનીના કર્મચારીઓને લઈ જતી બે ખાનગી બસોને આગ ચાંપી દીધી હતી. પોલીસે મંગળવારે જણાવ્યું કે આ ઘટના સોમવારે રાત્રે દહેજ બાયપાસ પર બની હતી.
 
 
કિશન ભરવાડની હત્યા વચ્ચે સમગ્ર ગુજરાતમાં વાતાવરણ ડહોળાયું છે ત્યારે સોમવારે સાંજે ભરૂચ પોલીસની જિલ્લાવાસીઓને શાંતિનો માહોલ જાળવી રાખી અફવાઓથી અળગા રહેવાના સૂચન વચ્ચે રાત્રે અકસ્માતમાં 1 વ્યક્તિના મોત બાદ અશાંતિની આગ ભભૂકી ઊઠી હતી. શેરપુરા નજીક વીફરેલાં ટોળાંએ બે બસને સગળાવી દીધી હતી. બનાવની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને બસમાં સવાર લોકોને હેમખેમ બહાર કાઢ્યા હતા.દહેજ બાયપાસ રોડ પર ભરૂચના શેરપુરા ગામ નજીક માર્ગ પરથી પસાર થતી કોઈ કંપનીની લકઝરી બસે 55 વર્ષીય રુસ્તમ આદમ માંચવાલાને અડફેટે લીધો હતો. અકસ્માતમાં એક બસમાંથી ઊતરી રસ્તો ક્રોસ કરી જઈ રહેલા ડ્રાઈવરનું બીજી બસથી મોત થતાં રોષે ભરાયેલા સ્થાનિક લોકોનાં ટોળેટોળાં રસ્તા પર ઊતરી આવ્યાં હતાં.માર્ગ પર ટોળાંએ ચક્કાજામ કરી અકસ્માત સર્જક લકઝરી બસમાં તોડફોડ કરી એતેને આગને હવાલે કરી દીધી હતી. આટલેથી જ ટોળાંએ નહિ અટકી અન્ય એક લકઝરી બસમાં પણ આગ ચાંપવા સાથે અરાજકતા અને ભયનું વાતાવરણ સર્જી દીધું હતું.કિશન ભરવાડની હત્યા વચ્ચે ઘટનાને લઈ ભરૂચમાં જોતજોતાંમાં અફવા બજાર ગરમ થઈ ગયું હતું. બીજી તરફ દહેજ બાયપાસના શેરપુરા રોડ નજીક ભડકે બળતી 2 લકઝરી બસ વચ્ચે ટોળાંના રસ્તા જામથી દહેજ, જંબુસર તેમજ હાઇવે અને ભરૂચ તરફથી આવતો ટ્રાફિક પણ અટકી ગયો હતો.જોતજોતાંમાં રસ્તા પર બન્ને તરફ વાહનોની લાંબી કતારો લાગવાની શરૂ થઈ ગઈ હતી. ભરૂચ પોલીસનો કાફલો અને ફાયરબ્રિગેડ સહિત 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડતી થઈ ગઈ હતી. પોલીસે માંડ માંડ મામલો થાળે પાડી રોષે ભરાયેલાં ટોળાંને વિખેરવાની કામગીરી હાથ ધરી છે.સળગતી બસોને ફાયર ફાઈટરોએ બુઝાવવાની કવાયત આરંભી હતી. ઘટના બાદ વધુ વિગતો બહાર આવી શકે તેમ છે. લકઝરી બસમાં સવાર કંપનીના કર્મચારીઓ અને અન્ય મુસાફરો પોતાના જીવ બચાવવા સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતાં તેમનો બચાવ થયો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આવતીકાલથી ગુજરાત યુનીવર્સીટીની પરીક્ષા માટે ફોર્મ ભરવાના શરુ થશે,ઓનલાઈન અને ઓફલાઈન વિકલ્પ પણ પસંદ કરી શકાશે.